રાજકોટ એસટીને મુખ્યમંત્રીની ભેટ કાલે ૪ બસ સ્ટેશનનું ઈ–ખાત મુહર્ત

  • June 03, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીરપુર (જલારામ), મોરબી, વાંકાનેર, સરધારમાં નવા આધુનિક સુવિધાયુકત બસ સ્ટેશન બનશે

 



ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમને સૌથી વધુ મુસાફરો અને સૌથી વધુ આવક સૌરાષ્ટ્ર્રમાંથી મળે છે પરંતુ સુવિધા આપવાની વાતમાં એસટી એસટી નિગમે કાયમ સૌરાષ્ટ્ર્રને છેલ્લો ક્રમ આપ્યો છે પરંતુ હવે આ બાબત પણ ભૂતકાળ બની ગઈ છે આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજકોટ એસટી ડિવિઝનમાં ૪ બસ સ્ટેશનનું સવારે ૧૦.૩૦ કલાકે ઈ–ખાત મુહર્ત કરવામાં આવનાર છે.

 


વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ (૧) મોરબીમાં રૂા.૫૪૩.૯૫ લાખના ખર્ચે નવું બસ સ્ટેશન (૨) વાંકાનેરમાં રૂા.૪૨૨.૭૬ લાખના ખર્ચે નવું બસ સ્ટેશન (૩) વીરપુર (જલારામ)માં રૂા.૨૯૬.૩૧ લાખના ખર્ચે નવું બસ સ્ટેશન તેમજ (૪) સરધાર ખાતે રૂા.૯૮.૧૯ લાખના ખર્ચે નવું બસ સ્ટેશશ્ર નિર્માણ કરવામાં આવનાર છે જેનું આવતીકાલે સવારે ૧૦.૩૦ કલાકે મુખ્યમંત્રીના હસ્તે ઈ–ખાત મુહર્ત કરાશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર્રના જામનગર ડિવિઝનમાં દ્રારકા ખાતે રૂા.૧૯૧.૩૦ લાખના ખર્ચે નવો ડેપો બનાવાશે જેનું પણ કાલે ખાત મુહર્ત કરાશે. આ મુજબ કુલ રૂા.૧૫૫૨.૧૧ લાખના ખર્ચે સૌરાષ્ટ્ર્રમાં પાંચ નવા બસ સટેશન નિર્માણ કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS