વેક્સિન મુકાવનારા તમામને 1000 રૂપિયા આપવાની મુખ્યમંત્રીની જાહેરાત

  • April 01, 2021 09:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોડી રાત્રે કેબિનેટમાં લેવાયો નિર્ણય: આજથી જ અમલ: દરેકના ખાતામાં જમા થશે રકમ: અગાઉ વેક્સિન લેનારને પણ મળશે લાભ

 


કોરોના સામે લડવા માટે એક માત્ર અકસીર ઈલાજ સમાન વેક્સિન મુકવાની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે અને આજથી 45 વર્ષની વયના લોકોને પણ વેક્સિન મુકવાનું શરુ થયું છે ત્યારે વેક્સીનેશનની આ ઝુંબેશને વધુ પ્રબળ બનાવવા માટે મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે, વેક્સિન મુકાવનાર વ્યક્તિને સરકાર એક-એક હજાર રૂપિયા આપશે. મુખ્યમંત્રીની આ જાહેરાતથી લોકોમાં ખુશી છવાઈ ગઈ છે અને આજે સવારથી જ જુદા જુદા સેન્ટરો ઉપર વેક્સિન મુકાવવા માટે પહોચી રહ્યા છે.

 

 

મુખ્યમંત્રીએ કહ્યું છે કે, રાજ્યમાં વેક્સીનેશનનો વ્યાપ વધારવા માટે જુદા જુદા એન.જી. ઓ. તેમ જ જ્ઞાતિ મંડળોનો સહયોગ પણ લેવામાં આવ્યો  છે અને રાજ્યભરમાં જુદા જુદા દિવસોએ કેમ્પ શરુ થયા છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન મુકાવી રહ્યા છે પણ સમાજનો કેટલોક વર્ગ એવો પણ છે કે જે વેક્સિન મૂકાવવાથી ડરે છે. લોકોએ વેક્સિનથી ડરવાની જરૂર નથી અને ચિંતા કાર્ય વગર વેક્સિન મુકાવી કોરોનાને ભગાડવાના પ્રયાસોમાં સહકાર આપવો જોઈએ.

 


તેમણે એમ પણ કહ્યું હતું કે, વેક્સિન મુકાવવા માટે લોકોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે દરેક વ્યક્તિને એક-એક હજાર રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે અને તેનો આજથી જ અમલ શરુ પણ કરી દેવામાં આવ્યો છે. આ રૂપિયા દરેક વ્યક્તિના ખાતામાં જમા કરાવવામાં આવશે અને જે વ્યક્તિએ અગાઉ વેક્સિન લઇ લીધી છે તેમને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. ગઈ મોડી રાત્રે મળેલી કેબીનેટની બેઠકમાં આ અંગે ચચર્િ થઇ હતી અને ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યુ છે.

 


રાજયસરકારે લીધેલા આ નિર્ણયનો લાભ રાજ્યના કરોડો લોકોને મળશે અને આ નિર્ણયથી લોકોમાં ખુશી પણ છવાઈ છે. ગુજરાતમાં હાલ અંદાજે 2 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે. જો આ જ ઝડપે વેક્સિન આપવાનું કામ ચાલુ રહ્યું તો નવરાત્રિ પહેલાં સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતની 18 વર્ષથી વધુની ઉંમરની તમામ 4 કરોડ 48 લાખ લોકોને વેક્સિન અપાઈ ચૂકી હશે. આધાર કાર્ડના ડેટા મુજબ ગુજરાતની હાલની 6 કરોડ 45 લાખની વસ્તીના 70 ટકાને વેક્સિન અપાઈ ચૂકી હશે.વેક્સિન મુકાવનાર દરેક વ્યક્તિને એક-એક હજાર રૂપિયા આપવાની જાહેરાતના આ ન્યુઝ એપ્રિલફૂલ છે તે વાંચકોને સમજાઇ ગયું હશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS