આમિર ખાનની દીકરી આયરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન કરી લીધા છે. પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રોએ આ લગ્નપ્રસંગે હાજરી આપી હતી. બોયફ્રેન્ડ નૂપુર સાથે લગ્ન બાદ આયરાએ તેનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આયરાએ તેના પતિ સાથે બેડ પરથી એક સેલ્ફી શેર કરી છે.
આયરાએ શેર કરેલી સેલ્ફીમાં આયરાએ 'બ્રાઇડ ટૂ બી' લખેલી હેરબેન્ડ પહેરી છે. જો કે આયરાએ શેર કરેલી તસવીરમાં એક ટ્વીસ્ટ પણ આપી દીધો છે. વાસ્તવમાં આયરાએ તેના હેરબેન્ડમાંથી 'બ્રાઇડ ટુ બી'માંથી 'ટુ બી' કાપી નાખ્યું છે. જેના કારણે આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આયરાએ તસવીર શેર કરી જે ટ્વીસ્ટ આપ્યું છે તેની પણ એટલી જ ચર્ચા થઇ રહી છે.
આપને જણાવી દઇએ કે, આયરા ખાન અને નૂપુર શિખરે લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. વર્ષ 2022માં તેણે આયરાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. આયરા અને નૂપુરની સગાઈ નવેમ્બર 2022માં થઈ હતી. જયારે કે તા.3 જાન્યુઆરીના કોર્ટ મેરેજ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આયરા અને નૂપુર ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યા છે. જેના ફંકશન તા.8 જાન્યુઆરીથી શરૂ થશે. એમ પણ જાણવા મળે છે કે તા.13 જાન્યુઆરીએ મુંબઈમાં બોલિવૂડ સેલેબ્સ માટે રિસેપ્શન રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડીયમ ફાળવો: બાબુભાઇ બોખીરીયા
April 28, 2025 03:45 PMદુષિત પાણીના વિતરણથી દેકારો; કાલે મ્યુનિ. કમિશનરની ચેમ્બરમાં પાણી ઢોળવાનું એલાન
April 28, 2025 03:29 PMવર્ધમાનનગરમાં રહેતા પ્રૌઢાએ પુત્રની ધમકીથી ડરી જઇ ફીનાઇલ પી લીધું
April 28, 2025 03:24 PMરસોઈ પ્રશ્ને પતિ સાથે ચડભડ થયા બાદ વૈશાલીનગરમાં પરિણીતાએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
April 28, 2025 03:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech