જેની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી તે ‘મૈં અટલ હૂં’ ફિલ્મ ગઇકાલે જ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. આપણે સૌ કોઇ જાણીએ છીએ કે આ ફિલ્મ અટલ બિહારી વાજપેયીની બાયોપિક છે. જેમાં પંકજ ત્રિપાઠીએ ‘મેં અટલ હું’માં અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં આ ફિલ્મની વાર્તા લોકોને ખૂબ પસંદ આવી રહી છે.
મહત્વનું છે કે, આ ફિલ્મ રિલીઝ પહેલા જ સતત ચર્ચામાં હતી. પંકજ ત્રિપાઠી અટલ બિહારી વાજપેયીના પાત્રને મોટા પડદા પર કેવી રીતે રજૂ કરશે તે દરેક લોકો જોવાની ઇચ્છા ધરાવતા હતા. સ્ક્રીન પર ફિલ્મ રજૂ થઇ છે અને વાર્તા લોકોના હૃદય સુધી પહોંચી રહી છે. જીહા, આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી શરૂઆત મળી છે. આ સાથે જ 'મેં અટલ હું'ના પહેલા દિવસના આંકડા સામે આવ્યા છે. ફિલ્મને ક્રિટીક્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, 'મૈં અટલ હૂં' એ પહેલા દિવસે 1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મ 20 કરોડના ખર્ચે બની છે. આ સ્થિતિમાં એક કરોડનું કલેક્શન સારું માનવામાં આવે છે. વિકેન્ડના સમયમાં આ ફિલ્મને હજુ પણ સારો રિસ્પોન્સ મળે તેવી આશા સેવાઇ રહી છે. દરેક લોકો પંકજ ત્રિપાઠીના કામના વખાણ કરી રહ્યા છે. આ પાત્રને પડદા પર લાવવા માટે તેમણે ઘણી મહેનત કરી છે.
આપને જણાવી દઇએ કે, ‘મૈં અટલ હું’ 600 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. આ સાથે જ આ ફિલ્મ તૈયાર થવામાં લાગેલો ખર્ચ અને તેના પ્રથમ દિવસનું કલેકશન આ તમામને ધ્યાનમાં રાખી શરૂઆતને સારી માનવામાં આવે છે. હવે આવનારા દિવસોમાં પણ આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેકશન રિપોર્ટ સારા આવે તેવી અપેક્ષા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech