રખડું ઢોરનો ત્રાસ દૂર કરવા પશુ માલિકોના ૨૩ દબાણોનો સફાયો

  • March 11, 2023 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઢોર ઢાંખર બાંધી પડા પાથર્યા રહેતા હોય તેવા સ્થળોએ બુલડોઝરની ધણધણાટીથી દબાણકર્તાઓમાં ફફડાટ
મવડીના નવલ નગર, કોઠારીયામાં ખોખડદડી નદીના કાંઠે, મોરબી રોડ ઉપર જય જવાન જય કિસાન સોસાયટી સહિતના સ્થળોએ ગમાણ જેવા દબાણો ઉપર બુલડોઝર ફેરવાયું: મહાપાલિકાના પ્લોટસ, વોંકળા, નદીકાંઠા સહિત શહેરના અલગ અલગ ૧૦ વિસ્તારોમાંથી ૨૩ સ્થળોએથી દબાણો દૂર, ઢોર જ





રાજકોટ મહાનગરપાલિકા દ્રારા રખડુ ઢોરની સમસ્યા ઉકેલવા માટે હવે પશુ માલિકો યાં આગળ ગેરકાયદે દબાણો કરી ઢોર ઢાંખર બાંધીને પડા પાથર્યા રહેતા હોય તેવા સ્થળોએ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને એનિમલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના સંયુકત ઉપક્રમે ઓપરેશન હાથ ધરી મહાપાલિકાના પ્લોટસ, વોકળા, નદીકાંઠા સહિત શહેરના અલગ અલગ ૧૦ વિસ્તારોમાંથી ૨૩ સ્થળોએથી દબાણોનું ડિમોલિશન કરી ઢોર જ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ લગાતાર ચાલુ રહેશે.





વિશેષમાં મ્યુનિ.અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે (૧) એરપોર્ટ દિવાલ પાસે, અક્ષરનગર (ગાંધીગ્રામ પાસે) ચાર ગ્યાએ (૨) ગોવિંદનગર, અરપોર્ટ દિવાલ પાસે બે જગ્યાએ (૩) વેલનાથ ચોક પાસે બેવજગ્યાએ (૪) ભોમેશ્વર પ્લોટ પોલિસ હેડ કવાર્ટરની દિવાલની બાજુમાંથી બે જગ્યાએ (૫) જામનગર રોડ ઉપરના પરસાણા નગરનાં વોકળામાં એક જગ્યાએ (૬) રઘુનંદન સોસાયટી, પોપટપરાના વોંકળામાં એક જગ્યાએ, (૭) યુનિ.રોડ ઉપર નટરાજનગર આવાસ યોજના પાસે પાંચ સ્થળોએ (૮) મુરલીધર ચોક, નવલનગર, મવડીમાં ત્રણ જગ્યાએ(૯) કોઠારીયા વિસ્તારમાં ખોખડદડ નદીના કાંઠે –એક જગ્યાએ તેમજ (૧૦) જય જવાન જય કિશાન સોસાયટી , મોરબી રોડ ઉપર બે જગ્યાએ સહિત કુલ અલગ અલગ ૧૦ વિસ્તારોમાં ૨૩ જગ્યાએથી પશુ માલિકોના ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application