BREAKING NEWS

જામનગર : શંકરટેકરી ઉધોગનગરમાં સફાઇના નામે મીંડુ, ગંદકીથી દર્દનાક સ્થિતિ..!

  • February 06, 2026 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં શંકરટેકરી ઉધોગનગરમાં સફાઇના નામે શૂન્યાવકાશની ગંદકીના કારણે દર્દનાક સ્થિતિ હોવાની ફરિયાદો ઉધોગકારોમાં ઉઠી છે. વેરા વસૂલાતમાં પાવરધી જામનગર મહાનગરપાલીકા પ્રાથમિક સુવિધા આપવામાં ઘોર બેદરકારી દાખવી રહી છે. ગંદાપાણીથી ગટરો ખદબદી રહી છે તો ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાયા છે. સમસ્યાએ એટલી હદે માઝા મૂકી છે કે કારખાનેદારોને હીજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે જે સફાઇ કામગીરીના નામે ધુપ્પલ ચલાવામાં આવી રહ્યું છે તેની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી હકીકતો ખૂલવાની શકયતા પણ નકારી શકાતી નથી.


જામનગર શંકરટેકરી ઉધોગનગર વિસ્તારમાં ૨૦૦ જેટલા ઔધોગીક એકમો આવેલા છે. પરંતુ આ વિસ્તારમાં સફાઇ કામગીરીના નામે ડીંડક ચાલી રહ્યાની સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, નિયમિત સફાઇનો ભયંકર અભાવ જોવા મળી રહ્યો છે. ગટરો ગંદકીથી ખદબદી રહી છે, તો ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાયા છે. આથી કારખાનેદારોને નાકે દમ આવી ગયો છે.


​​​​​​​
આશ્ર્ચર્યની વાત તો એ છે કે, ગટર તેમજ કચરો ઉપાડવામાં માટે મહાનગરપાલીકાના સંબધિત અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે ઠેર-ઠેર ગંદકી અને ગંદા પાણીથી ખદબદતી ગટરોથી દર્દનાક સ્થિતિ જોવા મળી રહી છે. ગંદકીના કારણે મચ્છરોના ત્રાસે માઝા મૂકી છે. આથી રોગચાળાનો ગંભીર ખતરો ઉભો થયો છે. ગંદકીની સમસ્યા વકરી છે અને ફરિયાદો કચરા ટોપલીમાં પધરાવી દેવામાં આવતા કારખાનેદારોને હીજરત કરવી પડે તેવી નોબત આવી છે. 


નવાઇની વાત તો એ છે કે, મહાનગરપાલીકા દ્રારા કારખાનેદારો પાસેથી સફાઇ સહીત તમામ વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે. આટલું જ નહીં વાર્ષિક ૧૪ ૦૦૦ થી ૧૬૦૦૦ વેરો કારખાનેદારો ચૂકવી રહ્યા છે. પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં મહાનગરપાલીકા ઘોર બેદરકારી દાખવતા કારખાનેદારોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. બીજી બાજુ આ વિસ્તારમાં સફાઇ કામગીરીના નામે નર્યું ધુપ્પલ ચાલી રહ્યાની ફરિયાદો કારખાનેદારોમાં ઉઠી છે ત્યારે જો આ બાબતે તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી હકીકતો ખુલવાની શકયતા પણ નકારી શકાતી નથી. એકબાજુ મહાનગરપાલીકા દ્રારા કરોડો રૂપિયાના ખર્ચે કચરાના કોન્ટ્રાકટનું કમઠાણ કરવામાં આવ્યું છે. પરંતુ શંકરટેકરી જીઆઇડીસી વિસ્તારમાં સફાઇના અભાવથી કચરો 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application