આ રીતે કરો પગની નિયમિત સફાઈ અને અણગમતા વાઢીયામાંથી મેળવો છુટકારો

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપના દેશના ગરમ વાતાવરણ, પ્રદૂષણ અને સુષ્ક હવામાનના કારણે અનેક મહિલાઓને વાઢિયાની સમસ્યા થાય છે. ધણીવાર તો વાઢિયા એટલા વધી જાય છે કે પગ પણ મુકવો મુશ્કેલ થઇ જાય છે. ત્યારે આજે અમે તમને કેટલીક તેવી ટિપ્સ આપીશું જેનાથી આ સમસ્યા આટલી મુશ્કેલ થાય તે પહેલા જ તમે તેનું નિરાકરણ કરી શકો. પગમાં વાઢિયાના પડે તે માટે સૌથી પહેલા તો પગની સફાઇને ગંભીરતાથી લેવાની જરૂરી છે.


પગની સફાઈ યીગ્ય રીતે થવી જરૂરી છે. રોજ પગને સ્ક્રબર અને સાબુના પાણીથી સાફ કરો. અને તે પછી તેને માલિશ અને મોશ્ચુરાઇજ કરવું જરૂરી છે. આમ કરવાથી આ સમસ્યાને તમે લાંબા સમય સુધી દૂર રાખી શકો છો. તેમ છતાં નીચેની કેટલીક વસ્તુઓ તમારા વાઢિયાની આ સમસ્યામાં રાહત આપવામાં અસરદાર સાબિત થઇ શકે છે.

 

આશય દુખાવામાં કેટલાક નુશ્ખાઓ કારગત નીવડે છે.એરડિયાનું તેલ વાઢિયાના દુખાવા પર ખાસ કારગર સાબિત થાય છે. તે માટે પગને બરાબર સ્ક્રબ કરીને સાફ કરો અને પછી રાતે એરડિયાનું તેલ પગમાં લગાવીને પગમાં મોજા પહેરો. સવાર પણ ઉઠીને પગની એડીને બરાબરથી સાફ કરો આમ એક સપ્તાહ સતત કરવાથી લાભ મળશે.


ચાલવામાં પણ મુશ્કેલી થવાની સંભાવનાહોય છે. કેટલીક વાર વાઢિયા ખૂબ જ પીડાદાયક બની જાય છે. અને ચાલવામાં પણ મુશ્કેલી થાય છે. ત્યારે આવા સમયે પગને બરાબર સાફ કરીને તે જગ્યાએ સોફરોમાઇસીન ક્રીમ લગાવો. અને આવું એક સપ્તાહ કરવાથી પગના દુખાવામાં રાહત રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS