કાર્બન ઉત્સર્જન ઘટાડવા સ્વચ્છ અને પોસાય તેવી ઊર્જા; ટેકનોલોજી પર ભાર મૂકતા મુકેશ અંબાણી

  • June 27, 2020 04:29 PM 595 views

દેશના અગ્રણી ઉધોગપતિ મુકેશ અંબાણીએ શુક્રવારે સ્વચ્છ અને પોસાય તેવી ઊર્જાના ઉપયોગ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કાર્બન ઉત્સર્જનને નિયંત્રણમાં લેવા માટે કાર્બનનું સંતુલન પુન:સ્થાપિત કરી શકે તેવી કાર્બન રિસાયકલ કરનારી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરી બન્યો છે.


વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ એકસપોર્ટર દેશ સાઉદ અરેબિયાના ઊર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલઅઝીઝ બિન સલમાન અલ–સઉદ  અંબાણીને સાંભળી રહ્યા હતા તે સમયે તેમણે કહ્યું હતું કે કાર્યક્ષમ, સ્વચ્છ અને પોસાય તેવી ઊર્જા આપવી એ અત્યારના સમયની તાતી જરિયાત છે.


 ઋઈંઈં ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્િટટૂટની કોન્ફરન્સને સંબોધતાં પોતાની વીડિયો લિંકમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, હત્પં જે રીતે જો રહ્યો છું એ મુજબ ઔધોગિક ક્રાંતિ દરમિયાન માનવજાતે જે વિકાસ સાધ્યો છે તેમાં આપણે કાર્બન ઉત્સર્જનની સાયકલને છિન્નભિન્ન કરી છે અને હવે એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે... જેનાથી સંતુલન જળવાય અને કાર્બન સાયકલ પુન: વ્યવસ્થિત થાય.
આ તબક્કે તેમણે એવી ટેકનોલોજીની હિમાયત પણ કરી હતી કે જે કાર્બન ડાયોકસાઇડને રિસાયકલ કરી શકે.


ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર દ્રારા કરવામાં આવેલું આ નિવેદન એટલા માટે પણ અત્યતં મહત્વનું બની જાય છે કારણ કે તેમની કંપની ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ કોમ્પ્લેકસ ધરાવે છે.


તેમણે કહ્યું હતું કે, હત્પં માનું છું કે, અત્યારે આપણે યાં છીએ ત્યાં જો આપણે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીશું તો આપણે ઘણા મોરચે સુરક્ષિત રહીશું અને એનાથી ઊર્જાનું ચક્ર છે તે પૂર્ણ થશે, આપણે કાર્બન ડાયોકસાઇડને ખભે પડેલી જવાબદારી બનાવીએ તેના કરતાં બાયોકેમિકલ ફોટોસિન્થેસિસ (જૈવરસાયણ પ્રકાશસંશ્લેષણ) જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ – આપણે કાર્બનને રો મટિરિયલ બનાવી શકીએ છીએ.


આપણે માત્ર કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ શૂન્ય સુધી જ નથી પહોંચાડવાનું, પરંતુ હત્પં માનું છું કે આપણે કાર્બનને રિસાયકલ કરવાની પદ્ધતિ અપનાવવી જોઈએ.
અંબાણીએ કહ્યું કે, જે લોકો એનર્જી બિઝનેસ સાથે સંકળાયેલા છે તેમના માટે કાર્બન સર્જન–ઉત્સર્જનને બધં કરવું જ બધું નથી, પરંતુ કાર્બનનું ઉત્સર્જન શૂન્ય સુધી લાવીને તેની સાયકલ પૂર્ણ કરવાનું તેમનું મૂળ કામ છે.


તેમણે કહ્યું હતું કે, પૃથ્વી પર રહેતા ૮૦૦ કરોડ લોકો માટે ઊર્જા પાયાની જરિયાત છે. એટલા માટે જ કાર્યક્ષમ, સ્વચ્છ અને પોસાય તેવી ઊર્જાનો ઉપયોગ જરી છે. અને આ કામ આપણે ખૂબ જ જવાબદારીપૂર્વક કરવાનું છે. આ જ વેપાર છે. આપણે સ્વચ્છ અને અસ્વચ્છ વચ્ચે જરાય મૂંઝવણ અનુભવવાની નથી.


ઓઇલથી ટેલિકોમ સુધી પોતાનો વેપાર વિસ્તારનારી કંપનીના વડાએ એમ પણ કહ્યું હતું કે, કોઈ એક ઉકેલ બધા માટે યથાયોગ્ય નહીં હોય.
તેમણે કહ્યું હતું કે, ઊર્જાની સમાન વહેંચણી પણ એક અગત્યનો મુદ્દો છે. એનો મતલબ એ થયો કે, દરેકને પોતાની જિંદગીની યોગ્ય ગુણવત્તા મળી રહે તે માટે સ્વચ્છ અને ઊર્જા પોસાય તેવા ભાવથી દરેકને મળવી જોઈએ.


અંબાણીની કંપની તેના જામનગર ખાતે આવેલા રિફાઇનરી કોમ્પ્લેકસમાં પ્રોસેસિંગ માટે સાઉદી અરેબિયા પાસેથી નોંધપાત્ર જથ્થામાં ક્રૂડ ઓઇલ ખરીદે છે. રિલાયન્સ તેના ઓઇલ ટુ કેમિકલ બિઝનેસનો પાંચમો હિસ્સો ૧૫ અબજ અમેરિકી ડોલરમાં સાઉદી અરામકોને વેચવા માટે વાટાઘાટો કરી રહી છે.


તેમણે ઉમેયુ હતું કે, પોસાય તેવી કિંમતે ઊર્જાનો પુરવઠો પૂરો પાડવો એ આપણી પૃથ્વીની સમૃદ્ધિ માટે જરી છે. અને એ પછી જ કંપનીઓ અને તેના શેરધારકો બંને માટે સમૃદ્ધિનો માર્ગ ખુલવો શકય બને છે. અને હત્પં માનું છું કે આજે આપણે યાં છીએ ત્યાંથી આવનારા દાયકાઓમાં આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ કાર્બન સાયકલને પૂર્ણ કરવી એ જ આપણા પડકારો બની રહ્યા છે.
અશ્મિજન્ય (ફોસિલ) કે પુન:પ્રાપ્ય (રિન્યૂએબલ) અથવા પવનઊર્જા કે અન્ય કોઈ વિકલ્પો વિશે વિચારતાં રહેવાના બદલે આપણા ગ્રાહકોની ઊર્જાની જરિયાતને પૂર્ણ કરવા પર ભાર મૂકવો જરી છે, તેમ પણ તેમણે ઉમેયુ હતું.


ઉલ્લેખનીય છે કે સાઉદી સોવેરિન વેલ્થ ફડં  ઙઈંઋ એ અંબાણીની ડિજિટલ કંપની જિયો પ્લેટફોમ્ર્સ લિમિટેડમાં ૨.૩ ટકાનો હિસ્સો ખરીધો છે. અંબાણીએ કહ્યું હતું કે, અમારા માટે, ખાસ કરીને ભારતમાં, અમે ઝડપથી વિકાસ સાધી રહ્યા છીએ અને ઊર્જા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે ગ્રાહકોને સાથે રાખીને કામ કરવાનું છે. કાર્બનનું ઉત્સર્જન ઓછું રાખવાની માનસિકતાના ફાયદા દરેકને સમજાવવામાં એક વાયરસને કારણે ઊભી થયેલી પરિસ્થિતિએ ઘણી મદદ કરી છે.કાર્બન સાયકલના પુન: સ્થાપન માટે સમુદાય સાથે ગાઢ સંપર્ક રાખવો, પાયાના સ્તરે સમુદાયની સમજ તથા વિવિધ ક્ષેત્રો વિશેની સમજ કેળવવી અને ઊર્જાની ચળવળમાં તેમને સક્રિય રીતે સામેલ કરવા અત્યતં જરી છે, તેમ પણ તેમણે ઉમેયુ હતું


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application