BREAKING NEWS

જામનગર: પાણાખાણના નાકે બે જુથ વચ્ચે બબાલ: સામસામી ફરીયાદ

  • July 08, 2026 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પાણાખાણના નાકે બે જુથ વચ્ચે બબાલ: સામસામી ફરીયાદ

પુઠા ભરવા બાબતની બોલાચાલીમાં મામલો બિચકયો 

જામનગરના પાણાખાણના નાકા રોડ પર પુઠા ભરવા બાબતે બોલાચાલીમાં સમજાવટ કરવા જતા મામલો ઉગ્ર બન્યો હતો અને એકબીજાને માર મારીને ધમકી દીધાની સામ સામી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.

જામનગરના શંકરટેકરી દિ.પ્લોટ-૪૯ કામડીયાવાસમાં રહેતા વિજય માલજીભાઇ વાઘેલા (ઉ.વ.૩૭) ને આરોપી પ્રવિણ સાથે પુઠા ભરવા બાબતે બોલાચાલી થઇ હતી ત્યાર બાદ થોડીવાર પછી ફરીયાદીના ભત્રીજા સાથે આરોપી શિવાએ એ જ બાબતમાં ઝઘડો કરતા ફરીયાદી તેના સગા સાથે પાણાખાણ નાકા રોડ પર સમજાવવા જતા આરોપીઓએ સાથે મળીને ફરીયાદી અને તેના સગાને અપશબ્દો કહી ઢીકાપાટુનો માર માર્યો હતો.

તેમજ ફરીયાદીના કુટુંબી ભાઇ દિનેશ કાનજી વાઘેલાને એક આરોપીએ ધોકો મારીને મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી આ અંગે વિજય વાઘેલાએ સીટી-સીમાં પ્રવિણ ચના પરમાર, શિવા ચના પરમાર, દેવાંગ રામજી પરમાર અને વિજય ચના પરમારની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.

સામા પક્ષે પાણાખાણ શેરી નં. ૨માં રહેતા પ્રવિણ ચનાભાઇ પરમાર (ઉ.વ.૩૪)એ વળતી ફરીયાદ કામડીયા વાસમાં રહેતા વિજય માલજી વાઘેલા, વિજય ડાયા વાઘેલા, વિશાલ નાથા વાઘેલા અને દિનેશ કાનજી વાઘેલાની વિરુઘ્ધ નોંધાવી હતી.
​​​​​​​
જેની વિગત મુજબ ફરીયાદી પ્રવિણને આરોપી વિજય સાથે પુઠા ભરવા બાબતે બોલાચાલી થઇ હતી દરમ્યાનમાં આ બાબતે ઝઘડો કરતા ફરીયાદી તેના ભાઇ સાથે સમજાવવા જતા આરોપીઓએ સાથે મળી ગાળા ગાળી કરી ઢીકાપાટુનો માર મારીને ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application