400 રૂમના મહેલમાં રહે છે નવા નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યેતિરાદિત્ય સિંધિયા, સીલિંગના સુશોભનમાં થયો છે 560 કિલો સોનાનો ઉપયોગ

  • July 11, 2021 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિંધિયા પરિવારની સમૃદ્ધિ અને વિલાસિતાનો અંદાજો ગ્વાલિયરમાં આવેલા તેમના જયવિલાસ મહેલની ભવ્યતાથી લગાવી શકાય છે. આ મહેલની અનુમાનિત કિંમત 4000 કરોડ છે અને તેમાં 400 ઓરડા છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી સ્થિતિ રાષ્ટ્રપતિ ભવનમાં કુલ 340 ઓરડા છે.

 

જયવિલાસ પેલેસનું નિર્માણ 1874માં શરુ થયુ હતું. તે સમયે જયાજીરાવ સિંધિયા મહારાજ હતા. મહેલની ડિઝાઈન બ્રિટનના સર માઈકલ ફિલોસે તૈયાર કરી હતી. કહેવામાં આવે છે કે આ વિશાળ મહેલને પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ મેરીના સ્વાગત માટે બનાવવામાં આવ્યો હતો. તેઓ 1876માં ભારત આવ્યા હતા.

 

જયવિલાસ મહેલમાં કુલ 400 ઓરડા છે અને તેની સીલિંગ પર સોનુ જડેલું છે. ત્રણ માળના આ મહેલના આંતરિક સુશોભન માટે કુલ 560 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મહેલના 40 ઓરડાને અત્યારે મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યા છે. મ્યુઝિયમમાં એવી ઘણી વસ્તુઓ મુકવામાં આવી છે જે સિંધિયા રાજવંશની સમૃદ્ધિનું પ્રદર્શન કરે છે. સાથે જ તે વસ્તુઓનું ઐતિહાસિક મહત્વ પણ છે. મ્યુઝિયમમાં ચાંદીની બગ્ગી, ઝાંસીની રાણીની છત્રી, મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને શાહ આલમના સમયની તલવારો અને વિન્ટેજ કાર શામેલ છે.

 

મહેલની સીલિંગ પર બે ઝૂમ્મર લટકાવવામાં આવ્યા છે જેનું વજન 3500 કિલોગ્રામ છે. તેને બેલ્જિયમના કલાકારઓ તૈયાર કર્યા હતા. કહેવામાં આવે છે કે ઝૂમ્મર લગાવતા પહેલા ધાબા પર 10 હાથીઓને ચઢાવવામાં આવ્યા હતા જેથી ખબર પડે કે તે આટલા ભારે ઝૂમ્મરનું વજન ઉઠાવી શકશે કે નહીં. લગભગ એક અઠવાડિયા સુધી પ્રક્રિયા કરવામાં આવી અને પછી ઝૂમ્મરોને લગાવવામાં આવ્યા.

 

મહેલનો સૌથી મહત્વપૂર્ણ ભાગ દરબાર હૉલ છે. મહારાજનો દરબાર આ જ વિસ્તારમાં લાગતો હતો. મહલનું નિર્માણ થયું તે સમયે તેની કિંમત આશરે એક કરોડ રુપિયા હતી. વર્તમાન સમયમાં આ મહેલની કિંમત લગભગ 4000 કરોડ આંકી શકાય. સિંધિયા પરિવાર પાસે અઢળક સંપત્તિ છે. જયવિલાસ પેલેસ સિવાય દિલ્હીની સિંધિયા વિલા, ગ્વાલિયર હાઉસ વગેરે તેમાં શામેલ છે. જો કે આ સંપત્તિઓને કારણે પરિવારમાં વિવાદ પણ છે, જે વર્ષોથી ચાલતો આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021