શહેરના બાગ-બગીચા ફરી એક વખત બંધ : મોર્નિંગ વોકર્સ મૂંઝાયા

  • March 20, 2021 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી જતા મહાનગરપાલિકાએ આજથી બધા જ બાગ-બગીચા લોકો માટે બંધ કરી દીધા છે. આજે સવારે જ તમામ ગાર્ડનના દરવાજે પ્રવેશ બંધીના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે અને એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. શહેરનો એક મોટો વર્ગ વહેલી સવારે બધા ગાર્ડનમાં વોક કરવા જાય છે પણ આજે બધા જ ગાર્ડન બંધ થઇ ગયા હોવાથી બધા મૂંઝવણ અનુભવતા હતા. મહાપાલિકા એક પછી એક પ્રતિબંધો મૂકી રહી હોવાથી લોકોમાં ફરી દહેશત ફેલાઈ છે.પ્રથમ બે તસવીર રેસકોર્સની છે જ્યાં પોલીસે જ દરવાજા બંધ કરાવી દીધા હતા અને ગાર્ડન સુમસામ થઇ ગયું હતું જયારે ત્રીજી તસવીર વોર્ડ નંબર 2માં આવેલા ભક્તિ કવિ નરસિંહ મહેતા ઉદ્યાનની છે જે ખાલીખમ દેખાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS