૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકોનો વેકિસન લેવા ધસારો

  • May 02, 2021 03:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજથી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ૪૮ જેટલી મ્યુનિસિપલ શાળાઓ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકોને વેકિસનેશન શરૂ કરાતા યુવા નાગરિકોએ વેકિસન લેવા માટે ભારે ધસારો કર્યેા હતો. જો કે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને જ વેકિસનેટ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન મ્યુનિસિપલ શાળાઓમાં શરૂ કરાયેલા વેકિસનેશન સેન્ટરના સ્થળ નહીં મળતા અનેક નાગરિકો ગોટે ચડયા હતા. યારે બપોર બાદ સર્વર ડાઉન થતાં રજિસ્ટ્રેશન કરવામાં પણ ધાંધિયા થઈ ગયા હતા. આજે બપોર સુધીમાં અંદાજે ૮૩૬૨ નાગરિકોને વેકિસનેટ કરાયા હતા અને સાંજ સુધીમાં ૯૫૦૦થી ૧૦,૦૦૦ નાગરિકોને વેકિસનેટ કરવાનો લયાંક છે.

 


વિશેષમાં ચીફ હેલ્થ ઓફિસર ડો.લલિત વાંઝાએ જણાવ્યું હતું કે, ૪૮ સ્થળોએ ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકોને વેકિસન આપવામાં આવી રહી છે જેમાં ચાર ટાઈમ સ્લોટ રાખવામાં આવ્યા છે. સવારે ૯થી ૧૧, બપોરે ૧૧થી ૧, બપોરે ૧થી ૩ અને ત્યારબાદ બપોરે ૩થી ૬નો સમય રાખવામાં આવ્યો છે. અગાઉથી રજિસ્ટ્રેશન કરાવીને આવ્યા હશે તેમને જ રસી અપાશે. રાજકોટ શહેરના નાગરિકોને કોવિશિલ્ડ રસી આપવામાં આવી રહી છે.

 


દરમિયાન આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, ૧૮થી ૪૪ વર્ષની વયના નાગરિકોને આજથી વેકિસન આપવાનો વડાપ્રધાને નિર્ણય કર્યેા હતો દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જે ૧૦ જિલ્લાઓમાં ૧૮થી ૪૪ની વયના નાગરિકોને વેકિસન આપવાની છે તેમાં રાજકોટ શહેર–જિલ્લાનો સમાવેશ કરતાં આજથી રાજકોટમાં વેકિસન આપવાનું શરૂ કર્યું છે. નાગરિકોએ આ માટે કેન્દ્ર સરકારની કોવિડ વેકિસનેશન માટેની વેબસાઈટ પર સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન થટા બાદ વેકિસનેશન માટેની તારીખ અને વેકિસનેશન માટેનો પોતાને અનુકુળ હોય તેવો સમય (ટાઈમ સ્લોટ) બૂક કરાવવાનો રહેશે જે અંગેનું કન્ફર્મેશન મળ્યા બાદ નિયત સ્થળ પર જે તે તારીખ અને સમયે વેકિસનેશન માટે જવાનું રહેશે.

 

 

આ તકે મેયર ડો.પ્રદીપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ રાજકોટવાસીઓને વહેલામાં વહેલીતકે વેકિસન મુકાવી લેવા અપીલ કરી છે. સંપૂર્ણ વિનામૂલ્યે અપાતી વેકિસન લઈને પોતાના તેમજ પરિવારજનોના આરોગ્યની તકેદારી લેવા અનુરોધ કર્યેા છે.

 

 


મહાપાલિકાના વેકિસન કેમ્પના સ્થળના સરનામા


૧. શ્યામનગર
ઉચ્છરંગરાય પ્રાથમિક શાળા નં.૯૦, પ–ગૌતમનગર, ગાંધીગ્રામ, રાજકોટ.
ચાણકય પ્રાથમિક શાળા નં.૫૬, ધ્રુવનગર, વોર્ડ ઓફિસ પાસે, ગીત ગુર્જરી એરપોર્ટ રોડ, રાજકોટ.
ડો.જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નં.૮૯, રૈયા ગામ.

 


૨. નંદનવન
પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, આલાપ ગ્રીન સિટી સામે, રૈયારોડ, રાજકોટ.
શિવ શકિત શાળા નં.૧, આકાશવાણી ચોક, રાજકોટ
શિવ શકિત શાળા નં.૨ આકાશવાણી સ્કૂલ રાજકોટ.

 


૩. નાનામવા
મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.૮૮, ૪–ગીરનાર સોસાયટી, ૧૫૦ ફટ રિંગરોડ, રાજકોટ.
મધર ટેરેસા પ્રાથમિક શાળા નં.૮૮–એ, કૃષ્ણનગર મેઈન રોડ, મવડી પ્લોટ, રાજકોટ.
મહિલા મલ્ટી એકિટવિટી સેન્ટર, નાના મવા સર્કલ, રાજકોટ.

 


૪. મવડી
રાજીવ ગાંધી પ્રાથમિક શાળા નં.૮૪, ગ્રાઉન્ડ ફલોર, મવડી ગામ, રાજકોટ.

 


૫. આંબેડકરનગર
અકબરી પ્રાથમિક શાળા નં.૮૪, મહાદેવવાડી મેઈન રોડ, લમીનગર, રાજકોટ.
સર જમશેદજી ટાટા પ્રાથમિક શાળા નં.૮૧, ઉધોગનગર, મવડી, રાજકોટ.

 


૬. સદર
મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નં.૧૧, વિધાનગર મેઈન રોડનો ખૂણો, રાષ્ટ્ર્રીય શાળા સામે, રાજકોટ.
રાષ્ટ્ર્રીય શાયર ઝવેરચદં મેઘાણી પ્રાથમિક શાળા નં.૮, સદર બજાર, મોટી ટાંકી ચોક, રાજકોટ.
મહારાણી લમીબાઈ કન્યા વિધાલય, ભકિતનગર રેલવે સ્ટેશન પાસે, રાજકોટ.

 


૭. અહીમપ
શેઠ હાઈસ્કૂલ, ૮૦ ફટ રોડ, ભકિતનગર સર્કલ પાસે, રાજકોટ.
નવયુગ સ્કૂલ, હાથીખાના ચોક, રાજકોટ.
શાળા નં.૫૫, આનંદનગર કવાર્ટર, ઓમ વિધાલય પાછળ, રાજકોટ.

 


૮. નારાયણ નગર
શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા નં.૬૯, ધોળકિયા સ્કૂલની બાજુમાં, અંબાજી કડવા પ્લોટ, રાજકોટ.
મિરામ્બીક સ્કૂલ, અંબાજી કડવા પ્લોટ, રાજકોટ.
જય વિજય સ્કૂલ, ગીતાનગર, રાજકોટ.

 


૯. વિજય પ્લોટ
ડો.એની બેસન્ટ શાળા નં.૨૮, ભકિતનગર સ્ટેશન પ્લોટ ૧૨૬નો ખૂણો, રાજકોટ.
અમીન માર્ગ સિટી સિવિલ સેન્ટર, રાજકોટ.

 


૧૦. રામનાથપરા
કિશોરસિંહજી પ્રાથમિક શાળા નં.૨, કિશોરસિંહજી સ્કૂલ, કોઠારિયા નાકા, રાજકોટ.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઓફિસ, કરણપરા ચોક, રાજકોટ.

 


૧૧. ન્યુ રઘુવીર
સમ્રાટ અશોક પ્રાથમિક શાળા નં.૪૯, મેહત્પલનગર, નીલકઠં પાછળ, અયોધ્યા સોસાયટી મેઈન રોડ, રાજકોટ.
વિશ્ર્વામિત્ર પ્રાથમિક શાળા નં.૫૨, રઘુવીર સોસાયટી પાસે, રાજકોટ.

 


૧૨. હુંડકો
કાન્તીભાઈ વૈદ કોમ્યુનિટી હોલ, કોઠારિયા ફાયર સ્ટેશન પાસે, રાજકોટ.
સોમનાથ સ્કૂલ, રાજલમી સોસાયટી, હરિધવા રોડ, રાજકોટ.

 


૧૩. જંકશન
સંતોષીનગર પ્રાથમિક શાળા નં.૯૮–૧, રેલનગર, ફાયર સ્ટેશન પાછળ, રાજકોટ.
સંતોષીનગર પ્રાથમિક શાળા નં.૯૮–૨, રેલનગર, ફાયર સ્ટેશન પાછળ, રાજકોટ

 


૧૪. આઈએમએ
વીર તાત્યા ટોપે પ્રાથમિક શાળા નં.૩૫ વિભાગ એ, આસ્થા હોસ્પિટલ પાસે, સ્વાશ્રય સોસાયટી, મવડી મેઈન રોડ, રાજકોટ.
વીર તાત્યા ટોપે પ્રાથમિક શાળા નં.૩૫ વિભાગ બી, આસ્થા હોસ્પિટલ પાસે, સ્વાશ્રય સોસાયટી, મવડી મેઈન રોડ, રાજકોટ.

 


૧૫. કોઠારિયા
જ્ઞાનદીપ સ્કૂલ, સુમંગલમ સોસાયટી પાસે, રાજકોટ.
કન્યા વિધાલય, કોઠારિયા સોલ્વન્ટ, રાજકોટ.

 


૧૬. મોરબી રોડ
મોરબી રોડ કોમ્પ્યુનિટી હોલ પહેલો માળ, મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર પાસે, રાજકોટ.

 


૧૭. ભગવતીપરા
લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા નં.૪૬, ભગવતીપરા, ખોડિયારપરા, કેસરી પુલ પાસે, રાજકોટ.
ઓમ શાંતિ સ્કૂલ, પેડક રોડ, રાજકોટ.

 


૧૮. કબીરવન
સરદાર પટેલ રોડ, રાજકોટ.
ઈએમઆઈએસ દૂધ સાગર રોડ, રાજકોટ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS