ઉનાળો અનુભવાયો: ૧૨ શહેરોમાં ૪૦ ડિગ્રીથી વધુ ગરમી

  • May 09, 2023 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 42 ડીગ્રી: રાજ્યમાં હજુ ત્રણ ડિગ્રી જેટલો વધારો ચાર દિવસમાં થશે: ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારો પણ વધ્યો બપોરે ગરમાગરમ લુ


માવઠાનું વાતાવરણ સ્વચ્છ થતાની સાથે જ ગરમીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ગઇકાલથી તાપમાનનો પારો ઝડપભેર ઉચકાયો છે અને હજુ આગામી ચાર દિવસમાં ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઊંચકાશે તેવી ચેતવણી હવામાન ખાતાની આપી છે. હવામાન ખાતાની આ ચેતવણી મુજબ આગામી ચાર દિવસમાં રાજ્યમાં અનેક જગ્યાએ 44 થી 45 ડિગ્રી આસપાસ તાપમાન પહોંચી જવાની શક્યતા છે.



સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 42 ડીગ્રી નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો કંડલામાં 41.2 અમદાવાદમાં 41.6 સુરેન્દ્રનગરમાં 42 રાજકોટમાં 41.7 વડોદરામાં 40.2 ભુજમાં 41 છોટાઉદેપુરમાં 40.1 ડીસામાં 40.5 ગાંધીનગરમાં 41.4 પંચમહાલમાં 40.1 પાટણ માં 40.5 અમદાવાદમાં 41.6 વલ્લભ વિદ્યાનગરમાં 40.5 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.



વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહેતું હોવાના કારણે આખો દિવસ ગરમીની સાથે બફારો પણ વધી ગયો છે. આજે રાજકોટમાં 88 વેરાવળમાં 92 દ્વારકામાં 84 ભુજમાં 89 સુરતમાં 88% નોંધાયો છે ગરમી અને બફારાની સાથે બપોરે પ્રતિ કલાકના 10 થી 12 કિલોમીટરની ઝડપે ગરમાગરમ લુ ફુકાતી હોવાના કારણે રસ્તા પર નીકળવાનું પણ અગ્નિ પરીક્ષા જેવું બની ગયું છે.


બંગાળની ખાડીમાં કાલે સર્જાશે વાવાઝોડું

બંગાળની ખાડીમાં આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ લો પ્રેસર, વેલમાર્ક લો પ્રેસરમાં ફેરવાઈ ગયું છે. સાંજ સુધીમાં તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે અને ત્યારબાદ આવતીકાલે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. આ વાવાઝોડું નોર્થ નોર્થ વેસ્ટ દિશામાં એટલે કે બાંગ્લાદેશ અને મ્યાનમાર તરફ આગળ વધશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application