રાજકોટમાં આ વરસે ગરબા થશે કે નહીં ? વાંચો શું છે રાજકોટના ગરબા આયોજકોનું કહેવું

  • August 14, 2021 09:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહીત સમગ્ર ગુજરાત રાયમાં આ વખતે કોરોનાની બીજી લહેર સમાિ તરફ છે અને ત્રીજી લહેર આવે તેવી ભીતિ પણ છે ત્યારે આ વખતે પણ નવરાત્રી મહોત્સવ નહી યોજવાનું મન મોટાભાગના આયોજકોએ બનાવી લીધું છે. ગઈ કાલે અમદાવાદ અને વડોદરાના મોટા મોટા આયોજકોએ આ વખતે અગમચેતીના કારણોસર નવરાત્રી ઉત્સવ નહિ યોજવાની જાહેરાત કરી દીધી હતી અને આજે રાજકોટના મોટાભાગના આયોજકોએ પણ તેમાં સૂર પુરાવ્યો છે. એક–બે આયોજકોએ એવું કહ્યું છે કે, મોટા ભાગે અમે નવરાત્રીનું આયોજન નથી કરવાના પણ અંતિમ નિર્ણય રાય સરકારની ગાઈડ લાઈન આવે પછી જાહેર કરવામાં આવશે.

 

 

પ્રવર્તમાન સંજોગોમાં ગરબા માટે હાલ કોઇ વિચાર નથી:ખોડલધામ


રાજકોટના ચાર ઝોનમાં યોજાતા ખોડલધામ ના રાસોત્સવ ના સંચાલકોએ જણાવ્યું હતું કે હાલના સંજોગોમાં ગરબા યોજવા માટે કોઈ વિચારણા નથી પરંતુ જો આગળ જતાં પરિસ્થિતિ હળવી થશે અને સરકાર દ્રારા યોગ્ય ગાઇડ લાઇન આપી ને મંજૂરી આપવામાં આવશે તો આ દિશામાં વિચારશું તેવું જણાવતા ખોડલધામના ટ્રસ્ટી જીતુ ભાઈ વસોયા જણાવ્યું હતું કે, ગરબામાં ઓછા ખેલૈયા ઓછા રમવા આવતા નથી અને એકસાથે વધારે સંખ્યામાં ખેલૈયાઓ ને રમાડી શકાય નહીં .

 

 

ત્રીજી લહેરની સંભાવના વચ્ચે ગરબાનું આયોજન નહીં કરાય: મિલન કોઠારી–જૈન વિઝન


ગત વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હતું કોરોના ના લીધે આ વર્ષે પણ આયોજન કરવું શકય નથી તેમ જણાવતા જૈન વિઝન ના મિલન કોઠારીએ જણાવ્યું હતું કે, ગરબાના આયોજકની સાથોસાથ એક નાગરિક તરીકે પણ આપણી ફરજ છે કે, કોરોના ના સમયમાં ગરબા નું આયોજન ન થાય તે વધુ હિતાવહ છે. સપ્ટેમ્બર મહિનામાં ત્રીજી લહેર આવવાની શકયતા છે અને ઓકટોબર મહિનામાં નવરાત્રિનું આયોજન થાય છે. કોરોના થી બચવા માટે વેકસીનેશન નીકામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે જો આપણે કરવાનું આયોજન કરશો તો સરકારની આ ઝુંબેશ પર પાણી ફરી વળશે અને કોરોના ને આમંત્રણ મળશે. જૈન વિઝન પરિવાર સામાજિક જવાબદારી નિભાવશે અને આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં નહીં આવે તે મિલન કોઠારીએ જણાવ્યું છે.

 

 

પાર્થરાજ કલબમાં ગરબાનું આયોજન મુલતવી


પાર્થરાજ કલબ ના રાજ ગઢવીએ જણાવ્યું હતું કે,માસ્ક પહેરી ને ગરબા ની રમઝટ ના થઇ શકે, હાલના સંજોગો જોઈને આ વર્ષે પણ ગરબાનું આયોજન પાર્થ રાજ કલબ નહિ કરે. જો સરકાર દ્રારા મંજૂરી આપવામાં આવશે અથવા તો કોઈ ચોક્કસ ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવશે તો પણ ગરબા નું મોટું આયોજન થઇ શકે નહિ અને ગરબા ના આયોજન માટે જન્માષ્ટ્રમીના તહેવાર થી છે વિચારણા બાદ તૈયારીઓ શ કરવી પડે છે. ત્રીજી લહેર ની શકયતા અને અન્ય રાયોમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તેના પરથી અનુમાન થઈ શકે કે સપ્ટેમ્બર–ઓકટોબરમાં પણ સૌરાષ્ટ્ર્રમાં કોરોના આવી શકે આથી આ સંજોગોમાં આ વર્ષે ગરબાનું આયોજન મુલતવી રાખવામાં આવ્યું છે.

 

 

આ વરસે સહિયર રાસોત્સવ નહીં યોજાય: સુરેન્દ્રસિંહ વાળા


રાજકોટમાં વર્ષેાથી યોજાતો સહિયર રાસોત્સવ પણ આ વર્ષે ગરબા યોજવાના નથી ગરબા ના આયોજક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે એક તરફ બીજી લહેર આવવાની શકયતા છે અને બીજી તરફ ડોકટરોએ પણ પ્રજાજનોને ચેતવ્યા છે ત્યારે એક જવાબદાર વ્યકિત તરીકે ગરબા રમાડીને લોકોને ભેગા ન કરી શકાય, ગરબા રમતી વખતે ખેલૈયાઓ વચ્ચે સામાજિક ડિસ્ટન્સ પણ ન રહે અને માસ્ક પહેરીને ગરબા રમવું શકય નથી, સરકાર જો લોકમેળો રદ કરતી હોય તો પછી ગરબા ના આયોજન માટે કેન્સલ થઈ શકે. છેલ્લા ૨૦ વર્ષથી રાજકોટમાં સહિયર ગરબાનું આયોજન કરવામાં આવે છે કોરોના ની આ પરિસ્થિતિમાં જો બે વર્ષ આયોજન ન થાય તો કોરોના ની સરળતાથી ડામી શકીએ તેમ આયોજક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું.

 

 

'સરકારની ગાઈડ લાઈન્સ આધારે લેવાશે નિર્ણય' – સંદિપ તાળા, મેનેજર, નિલ્સ સિટી કલબ


છેલ્લા ઘણાં વર્ષેાથી ડિસ્કો દાંડીયાનું આયોજન કરતાં નિલ્સ સિટી કલબ દ્રારા આ ગત વર્ષે કોરોનાને પગલે આયોજન રદ થયાં પછી આ વર્ષે હજુ આયોજનને લઇને કોઈ ચર્ચા વિચારણા ન થઈ નથી તેમજ સરકારની ગાઈડ લાઈન્સને ધ્યાને લઈને કમિટી બોર્ડ સાથે ચર્ચા વિચારણા કરીને આયોજનને લઇને નિર્ણય લેવામાં આવશે તેવું મેનેજર સંદિપ તાળાએ જણાવ્યું હતું.

 

 

રાસોત્સવ યોજીને લોકોના આરોગ્ય સાથે રમત ન રમી શકાય; જૈનમ


શહેરના ૧૫૦ ફટ રિંગરોડ પર યોજાતાં જૈનમ રાસોત્સવ ના સંચાલકોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભલે કોરોના ની પરિસ્થિતિ સામાન્ય બની રહી છે પરંતુ દેશના અન્ય રાયોમાં કોરોના બેકાબૂ થયો છે ત્યારે આ સંજોગોમાં હવે નવરાત્રી સુધીમાં કોરોના ની કઈ પરિસ્થિતિ હશે તે કહેવું મુશ્કેલ છે આથી આ સમયે ગરબાનું આયોજન કરીને લોકોના આરોગ્ય સાથે રમત ન રહી શકાય તેવું જૈનમ ગરબા કમિટીના ઋષભ શેઠ એ જણાવ્યું હતું. કદાચ સરકાર મંજુરી આપે તો પણ આ વર્ષે ગરબાનું આયોજન કરવું શકય નથી.

 

 

ગોપી રાસ અને કનૈયાનદં રાસોત્સવ નહી યોજાય : ગુણવંતભાઈ ડેલાવાળા


આ વર્ષે નવરાત્રીના આયોજન અંગે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને પૂછતાં તેમણે કહ્યું હતું કે, અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરગમ કલબે આ વખતે પણ ડી.એચ.કોલેજમાં યોજાતા ગોપી રાસોત્સવ અને નાગર બોડગમાં યોજાતા કનૈયાનદં રાસોત્સવ નહી યોજવાનો નિર્ણય લીધો છે. અમારા માટે લોકોની સલામતી અને સુખાકારી મહત્વની છે અને ત્રીજી લહેરની ભીતિ હોવાથી આવું આયોજન નહી કરવાનું નક્કી કયુ છે. તેમણે એમ પણ કહ્યું કે, રાયસરકાર ગાઈડલાઈનમાં કોઈ પ્રકારની છૂટ આપે તો પણ આ વખતે સરગમ કલબ ગરબા નહી યોજે.

 

 

જન્માષ્ટ્રમી પછી નિર્ણય લઇશું: કલબ યુવી
કલબ યુવી નગરાત્રીના કર્તાહર્તા મહેન્દ્રભાઇ ફડદુએ જણાવ્યું હતું કે નવરાત્રી રમાડવા અંગે અમે જન્માષ્ટ્રમી પછી નિર્ણય લઇશું. લોકોના આરોગ્ય અને સરકારની ગાઇડલાઇન બન્નેની જવાબદારી થઇ શકે તેમ હશે તો જ અમે આયોજન કરીશું. અમારી કલબ યુવીની વ્યવસ્થાપક ટીમ એવડી મોટી છે કે છેલ્લી ઘડીએ નિર્ણય લઇએ તો પણ અમે પહોંચી વળીએ એમ છીએ એટલે ઉતાવળે કોળ નિર્ણય કરતો નથી. પરિસ્થિતિ સાનુકુળ હશે તો નવરાત્રી યોજીશું, જો અનુકુળ નહીં હોય તો મોકુફ રાખીશું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS