મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ચકમક થયાની ચોમેર ચર્ચા

  • April 07, 2020 03:59 PM 377 views

કોરોના લોકડાઉન વચ્ચે મહાપાલિકા તંત્ર દ્વારા કરાતી તમામ કામગીરીની વિગતો મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા જાહેર કરવામાં આવી રહી હોય આ મામલે મેયર સહિતના પદાધિકારીઓને કોઇ જાણકારી મળતી નહીં હોવાનો આક્ષેપ કરાતા આ મુદ્દે તાજેતરમાં મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ચકમક થયાની ચર્ચાએ મહાપાલિકાના વર્તુળોમાં જોર પકડ્યું છે.


વિશેષમાં મહાપાલિકાના અંતરંગ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોરોના અંગે કરાતી કામગીરીની વિગતો જાહેર કરાતી હોય તેના લીધે શાસકોને કામગીરી કર્યાનો કે કરાવ્યા અંગેનો જશ મળતો ન હોય આ મામલે મેયર અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે ચકમક ઝરી હતી! મેયરે આ મામલે ઠપકો આપવા પ્રયાસ કરતા કમિશનર તરફથી કોઈપણ વિગતોની માહિતી જોઈતી હોય તો તેના માટે સેક્રેટરી બ્રાન્ચના સ્ટાફમાંથી કોઈપણને કમિશનર બ્રાંચમાં બેસાડવાનું જણાવાયું હતું તેથી સેક્રેટરી બ્રાન્ચના સ્ટાફમાંથી એક વ્યક્તિને કમિશનર બ્રાંચમાં માહિતી મેળવવા માટે બેસાડવામાં આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application