ઉત્તરાખંડમાં આજે નવા નેતાની વરણી: ત્રિવેન્દ્ર સિંહ રાવતને કેમ આપવી પડી વિદાય?

  • March 10, 2021 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરાખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલની વચ્ચે અંતે રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતએ રાજીનામું આપી દીધું છે અને આજે નવા નેતાની પસંદગી પણ થવાની છે. બીજેપી ટોપ લીડરશિપમાં અનેક મોટા નેતાઓનું સમર્થન હોવા છતાં રાવતને પોતાની ખુરશી છોડવી પડી. તેમના પદથી હટવા પાછળનું સૌથી મોટું કારણ પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓના એક વર્ગમાં નારાજગી છે. હકીકતમાં પાર્ટીમાં ઊભી થયેલી નારાજગી પાછળ અનેક કારણો હોવાનું કહેવાય છે.

 


પાર્ટી સૂત્રોના હવાલાથી અંગ્રેજી અખબારમાં પ્રકાશિત એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાવતની વિરુદ્ધ નારાજગીના કારણે જ મુખ્યમંત્રી પદના દાવેદાર ઊભા થઈ ગયા. એક વરિષ્ઠ બીજેપી નેતા મુજબ- ટોપ લીડરશિપમાં વિકાસ કાર્યોની ધીમી ઝડપને લઈ પણ નારાજગી હતી. આ ઉપરાંત પાર્ટીમાં જૂથવાદ પણ ઊભો થયો હતો. સાથોસાથ પ્રશાસનના સ્તર પર ઢીલી નીતિએ સ્થિતિને વધુ બગાડી દીધી. અનેક બાબતોને કારણે ત્રિવેન્દ્ર સિંહ રાવતની છબિને નુકસાન પહોંચાડ્યું.

 


રિપોર્ટ મુજબ, રાજકીય વિશ્લેષણનું માનવું છે કે ઉત્તરાખંડમાં બીજેપીની સ્થિતિ અનેક અન્ય રાજ્યો માટે પણ ખતરાની ઘંટડી છે. જાણકારોનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વ મુખ્યમંત્રી પદ માટે પસંદ કરવામાં આવેલા અનેક નેતાઓને લઈને પણ દબાણ ઊભું કરી શકાય છે. રાજ્ય બીજેપી એકમમાં આવા નેતાઓ વિરુદ્ધ વિદ્રોહનો સુર ઊભો થઈ શકે છે.

 


ત્રવેન્દ્ર સિંહ રાવતની વાત કરીએ તો તેમના અનેક નિર્ણયોને લઈ પાર્ટીની અંદર નારાજગી હતી. પરંતુ એક નિર્ણયે સૌથી વધુ વિવાદ ઊભો કર્યો. આ નિર્ણય હતો ચારધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બિલ. આ બિલને લઈ બીજેપી નેતાઓ ઉપરાંત આરએસએસ અને વીએચપીમાં પણ નારાજગી હતી. અ તમામનું માનવું હતું કે રાજ્ય સરકારે મંદિરોના નિયંત્રણ કરવાથી દૂર રહેવું જોઈએ. જ્યારે ત્રિવેન્દ્ર સિંહનું માનવું હતું કે સરકારી નિયંત્રણના માધ્યમથી મંદિરોનું પ્રબંધનને વધુ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી શકે છે.

 


એક અન્ય નિર્ણય ઉત્તરાખંડમાં ત્રીજી કમિશ્નરી બનાવવાને લઈને પણ કરવામાં આવ્યો. ઉત્તરાખંડમાં પારંપરિક રીતે બે કમિશ્નરી કુમાઉં અને ગઢવાલ છે. રાવત સરકારે એક ત્રીજી કમિશ્નરી ગૈરસૈંણ બનાવવાનો નિર્ણય પણ લીધો. તેને લઇને પહેલાના બે કમિશ્નરીના લોકોમાં ગુસ્સો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણયને લઈ ટોપ લીડરશિપમાં પણ નારાજગી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS