ચીનના વિઝા માટે ચીનમાં બનેલી રસી લેવી જરૂરી

  • March 17, 2021 01:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીનની એલચી કચેરીએ જણાવ્યું હતું કે કોવિડ-19 સામે ચીનમાં બનેલી રસી લેનારા પર્યટકો પાસે જો સંબંધિત પ્રમાણપત્ર હશે તો જ તેઓને વિઝા આપીશું. તેણે જણાવ્યું હતું કે નોકરીનો કોન્ટ્રેક્ટ પૂરો કરવા, કામ શરૂ કરવા અથવા અન્ય સંબંધિત કામકાજ માટે લોકો પાછા ચીન જઇ શકે છે.

 


ચીનની એલચી કચેરીએ જણાવ્યું હતું કે ભારતમાંની ચીનની ઍમ્બસી અને કોન્સ્યુલેટ્સ કોવિડ-19ની સામે ચીનમાં બનેલી રસી લીધી હોવાનું પ્રમાણપત્ર ધરાવનારને વિઝા આપશે. તેણે જણાવ્યું હતું કે એશિયા પેસિફિક ઇકોનોમિક કોઑપરેશન બિઝનેસ ટ્રાવેલ કાર્ડ ધરાવતા વિદેશીઓ બિઝનેસ વિઝા માટે અરજી કરી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS