ચીની મીડિયાનો દાવો: તાઈવાન ક્ષેત્રમાં અમેરિકી વાયુસેનાના વિમાન દેખાયાં

  • June 30, 2020 11:20 AM 403 views

ભારત અને ચીન અત્યારે તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે ચીન માત્ર ભારતને જ હેરાન કરી રહ્યું છે એવું નથી પરંતુ પાડોશી દેશોને પણ તે પરેશાન કરી રહ્યું છે. આ વચ્ચે સોમવારે ચીની મીડિયાના ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યેા હતો, તાઈવાન પાસે અમેરિકી વાયુસેનાના વિમાન ઉડાન ભરી રહ્યા છે.


ગ્લોબલ ટાઈમ્સ તરફથી ટીટ કરવામાં આવ્યું હતું કે, તાઈવાન વિસ્તારમાં અત્યારે ચીની વાયુસેના અને અમેરિકી વાયુસેનાના એર ક્રાટ ઉડાન ભરી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો હતોકે, આ ક્ષેત્રમાં બંને દેશોની વાયુસેનાની હાજરી અજીબ છે. જોકે તેમણે બાકીની કોઈ માહિતી શેર કરી નથી.


દક્ષિણ ચીન વિસ્તારમાં ચીન સતત પોતાના પાડોશી દેશોને પરેશાન કરતું રહે છે. ગત દિવસોમાં આ દખલગીરી વધી ગઈ છે. તાઈવાન પર ચીન પોતાનો હક જમાવતું આવ્યું છે, એવામાં જો અમેરિકી એરક્રાટ ત્યાં આવે છે તો સંકેત સારા નથી.વિયતનામ સહિત આસપાસના દેશોની મદદ માટે અમેરિકી સેના દરેક સમયે દક્ષિણી ચીની સાગરમાં રહેતી હોય છે. એવામાં ચીન દરેક હરકત પર નજર રાખી રહ્યું છે.


ગત દિવસોમાં અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ કહ્યું હતું કે, અમેરિકા પોતાની સેનાને યુરોપથી પરત બોલાવશે અને સૈનિકોની સંખ્યા ઓછી કરશે. જયારે તેમની તૈનાતી હવે એશીયાઇ વિસ્તારોમાં કરવામાં આવશે કારણે ભારત જેવા દેશોને ચીનથી ખતરો છે. બીજી બાજુ લદાખમાં ચીન અને ભારત વચ્ચે તણાવપૂર્ણ હાલત જોવા માટે મળી રહી છે. ચીની સેના એલએસીથી પરત જવા માટે તૈયાર નથી જોકે બંને દેશોના કોર કમાન્ડર વચ્ચે ત્રીજીવાર મંગળવારે બેઠક મળશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application