ભારતમાં બ્રિકસ દેશોના સંમેલનને ચીનનું સમર્થન: જીનપિંગ આવે તેવી સંભાવના

  • February 25, 2021 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ભારતે સહેજ પણ નમતુ ના જોખતા ચીનની ભારે ફજેતી થઈ હતી. આખરે તમામ ગણતરીઓ ઉંધી વળતા ચીન વાતચીતના ટેબલ પર આવ્યું હતું. હવે ચીને અચાનક મિત્રતા દેખાડવા માંડી છે. ચીને હવે ભારતમાં બ્રિક્સ દેશોનું સંમેલન યોજવા માટે સમર્થન જાહેર કર્યુ છે.

 


આ વખતે બ્રિક્સ દેશોની બેઠકનું આયોજન ભારતમાં કરવામાં આવનાર છે. ભારત સરકાર આ વખતે બ્રિક્સ દેશોની યજમાની રકશે. જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભારત આવી શકે છે. જો આગામી મહિનાઓમાં કોરોના ની સ્થિતિ કાબૂમાં આવી તો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ સંમલેનમાં ભાગ લેવા માટે ભારત પણ આવી શકે છે.
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત પણ થાય તેવી શક્યતા છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ચીન બ્રિક્સ સંગઠનને બહુ મહત્વ આવે છે અને તે બ્રિક્સના દેશો વચ્ચે સહયોગને વધારે મજબૂત બનાવવા માંગે છે. ભારતમાં આ વર્ષે બ્રિક્સનું સંમેલન યોજાય તેનું ચીન સમર્થન કરે છે.

 


ચીન અર્થતંત્ર, રાજનીતિ અને માનવતાની પહેલને વધારે મજબૂત કરવા માંગે છે. વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે બ્રિક્સ વિશ્વમાં ઉભરતું બજાર ધરાવતા અને વિકાસશીલ દેશો વચ્ચે સહયોગ કરવા માટેનુ સંગઠન છે. બ્રિકસ દેશો વચ્ચેની એકતા છેલ્લા કેટલાક વર્ષથી વધી રહી છે અને તેનો પ્રભાવ પણ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બ્રિકસમાં જોડાયેલા દેશોમાં ભારત, ચીન, સાઉથ આફ્રિકા , રશિયા અને બ્રાઝિલનો સમાવશ થાય છે. આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા ભારત પાસે છે અને આ વર્ષનું સંમેલન ભારતમાં યોજાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021