ચીને કહ્યું ચુશુલ ખાલી કરો, ભારતે કહ્યું પેન્ગોન્ગ ખાલી કરો

  • October 28, 2020 02:04 AM 1125 views

ભારત અને ચીન વચ્ચે સંરક્ષણ અને વિદેશ મંત્રાલય વચ્ચે વાતચીત થઈ હતી અને તેમાં બંને દેશો બોર્ડર પર શાંતિ જાળવવા માટે સંમત પણ થયા હતા આમ છતાં બંને ની કડવાશ હજુ ઘટી નથી કારણ કે ચીન ની નકારાત્મક ભૂમિકા અને માગણી યથાવત્ રહી છે અને સામે ભારત પણ મક્કમ દેખાય છે.

 

ચીને ભારતને એમ કહ્યું છે કે તમારા સૈનિકોને ચુશુલ પંથકમાંથી હટાવી લો તો તેની સામે ભારતે પણ એવો જવાબ આપ્યો છે કે ચીનના સૈનિકો ને પેન ગોંગ માંથી હટાવી લો. ચીને હજુ સુધી એવી ચોખવટ કરી નથી કે તે બોર્ડર પર સૈનિકોની સંખ્યા શા માટે વધારી રહ્યું છે.


ભારતે પણ ચીનની જેમ જ પોતાના સૈનિકોની સંખ્યામાં નાછૂટકે વધારો કર્યો છે અને યુદ્ધની સામગ્રીઓ પણ આ પહેલાં પહોંચાડી દેવામાં આવી હતી કારણ કે ચીન દ્વારા યુદ્ધની તૈયારી કરવામાં આવી હતી.
બંને દેશો વચ્ચે અલગ-અલગ સ્તરની મંત્રણા ચાલુ જ રહી છે આમ છતાં ચીન દ્વારા ભારત પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે કે લદાખમાં ચોક્કસ સ્થાનો પરથી ભારતીય સેના ને હટાવી લેવી જોઈએ જ્યારે તેની સામે ચીન પોતાના સૈનિકોની સંખ્યામાં કોઈ ઘટાડો કરતો નથી તો પછી ભારત શા માટે કરે ?


આમ સંરક્ષણ મંત્રાલય તેમજ  વિદેશ મંત્રાલય સ્તરની મંત્રણા બાદ પણ ચીનનું નકારાત્મક વલણ ચાલુ રહેતા ભારતે પણ મક્કમતા દેખાડી છે અને કેટલાક વિસ્તારોમાંથી થી હટી જવાની ચીનને સુચના આપી છે.


ભારતનો આરોપ છે કે લાઇન ઓફ ક્ધટ્રોલ ને પાર કરીને ચીનના સૈનિકો અંદર સુધી ધસી આવ્યા છે અને ત્યાંથી તેમણે તત્કાળ હટી જવું જોઈએ તો જ ભારત પોતાના સૈનિકોની સંખ્યામાં ઘટાડો કરી શકે છે પરંતુ ચીન દ્વારા હજુ સુધી આ શરતનું પાલન કરવામાં આવ્યું નથી અને એટલા માટે જ ભારતે પણ પોતાની મક્કમતા જાળવી રાખી છે અને પોતાની માગણીઓ ચાલુ રાખી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application