તાલિબાનીઓ માટે ખજાના ખુલ્લા મુકશે ડ્રેગન, ચીને કર્યા આ બે મોટા વાયદા 

  • September 03, 2021 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો તે પછી તરત જ, પાકિસ્તાન અને તેના સર્વકાલીન મિત્ર ચીને તાલિબાનને મજબૂત બનાવવાનું શરૂ કર્યું. હવે તાલિબાન પ્રવક્તાએ તેમણે આપેલા બે મોટા વચનો જાહેર કર્યા છે. પ્રવક્તાએ શુક્રવારે કહ્યું કે, 'ચીને અફઘાનિસ્તાનમાં પોતાનું દૂતાવાસ ખુલ્લું રાખવાનું અને મદદ માટે જરૂરી ખજાનો પૂરું પાડવાનું વચન આપ્યું છે.'

 

તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને ટ્વિટ કર્યું હતું કે, 'કતારના દોહામાં ઇસ્લામિક ગ્રુપની રાજકીય કાર્યાલયના સભ્ય અબ્દુલ સલામ હનાફીએ ચીનના નાયબ વિદેશ મંત્રી વુ જિયાંગહાઓ સાથે ફોન પર વાત કરી હતી.' વિદેશ મંત્રીને તેમણે કહ્યું કે, 'કાબુલમાં તેમનો દૂતાવાસ ખુલ્લો રહેશે અને સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બનશે. ચીને કહ્યું કે, 'અફઘાનિસ્તાન આ ક્ષેત્રના વિકાસ અને સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પ્રવક્તાએ કહ્યું, "ચીન ખાસ કરીને કોવિડ -19ની સારવાર માટે માનવતાવાદી સહાય ચાલુ રાખશે.'

 

બીજી બાજુ, જ્યારે બેઇજિંગમાં નિયમિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું ત્યારે ચીનના પ્રવક્તાએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં તેનું દૂતાવાસ બંને દેશો વચ્ચેના વ્યવહારો માટે એક મહત્વની ચેનલ છે અને તેની કામગીરી સામાન્ય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબીને કહ્યું, "અમે અપેક્ષા રાખીએ છીએ કે તાલિબાન સમાવેશી રાજકીય માળખું જાળવે, ઉદાર અને સ્થિર સ્થાનિક અને વિદેશ નીતિ અપનાવે અને તમામ આતંકવાદી જૂથો સાથેના સંબંધો તોડી નાખે."

 

ચીન અને તાલિબાન વચ્ચે 'ડીલ'

 

પાકિસ્તાનના પ્રયાસોથી તાલિબાન અને ચીન વચ્ચે એકબીજાને ફાયદો થાય તે માટે કરાર થયો છે. જો ચીનને અબજો ડોલરના પ્રોજેક્ટ 'બેલ્ટ એન્ડ રોડ'ની સફળતા માટે તાલિબાનના સહકારની જરૂર હોય, તો તે બદલામાં આર્થિક મદદ આપવા તૈયાર છે. બેઇજિંગની નજર અફઘાનિસ્તાનની ખનિજ સંપત્તિ પર પણ છે. તાલિબાન ચીન પાસેથી રોકાણ અને નાણાકીય મદદની અપેક્ષા રાખે છે, જેની તેને સખત જરૂર છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021