ચીનની વેક્સીન તેના અંતિમ પડાવ પર, નવેમ્બર સુધીમાં થશે લોકો માટે ઉપલબ્ધ

  • September 15, 2020 06:10 PM 469 views

ચીન દ્વારા જણાવવામાં આવ્યુ છે કે તેણે બનાવેલી કોરોનાની વેક્સીન તેના અંતિમ ચરણમાં છે. આ વેક્સીન નવેમ્બર મહિનામાં સામાન્ય લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવશે. ચાઈના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એ જાહેરાત કરી છે કે અમે સફળતાની ખુબ જ નજીક છીએ અને નવેમ્બરની શરૂઓતમાં વેક્સીન સામાન્ય લોકોને મળવાની શરૂઆત થઈ જશે.

 

આ પહેલા પણ એવા સમાચાર આવ્યા હતા કે ચીનની કોરોના વેક્સીન એક લાખ લોકો પર થયેલા પરિક્ષણ પછી પણ સુરક્ષિત સાબિત થઈ છે. ચીને જણાવ્યુ હતુ કે ત્યાં બનાવવામાં આવી રહેલી ત્રણ કોરોના વેક્સીન એવી છે જે પોતાના અંતિમ ચરણમાં છે. તેમજ તેના પરિક્ષણના પરિણામો પણ પ્રભાવશાળી રહ્યા છે. તે ત્રણેયને લોકો પર અજમાવવામાં આવી છે અને ત્રણેય સુરક્ષિત સાબિત થઈ છે.

 

આ વેક્સીન્સને ફેઝ-3 હ્યુમન ટ્રાયલ પહેલા જુલાઈમાં અમુક એસેન્શિયલ વર્કર્સ પણ અજમાવવામાં આવી હતી. જેના પરિણામ સારા રહ્યા હતા. હવે નવેમ્બરમાં વેક્સીન લોકોના હાથમાં આવી જશે. ચીનના અમુક મોટા અધિકારીઓએ પણ આ વેક્સીન લીધી હતી. તેમના જણાવ્યા પ્રમાણે તેઓને વેક્સીન લીધા પછી તેની કોઈ આડઅસર જોવા મળી ન હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application