ચાલુ માસમાં જ બાળકોને રસી આપી શકાશે: સરકારનો સંકેત

  • June 05, 2021 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝાયડસની રસીને ટૂંક સમયમાં જ માન્યતા મળી જવાની શકયતા


દેશમાં કોરોનાવાયરસ મહામારીની ત્રીજી લહેર ની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે બાળકો માટે વધુ મુશ્કેલી ઊભી થવાના ખતરા વચ્ચે કેન્દ્ર સરકારે એવો સંકેત આપ્યો છે કે ચાલુ માસમાં જ દેશમાં બાળકોને રસી આપી શકાશે તેવી વ્યવસ્થા ગોઠવાઈ જશે.

 


નીતિ પંચના સભ્ય ડોકટર વી. કે. પોલ દ્રારા મીડિયાને એવી માહિતી આપવામાં આવી છે કે ચિંતાનું કોઈ કારણ નથી કારણ કે ચાલુ માસથી જ બાળકોને રસી આપવાની પરિસ્થિતિમાં આપણે આવી જશું અને બાળકો પર કોઈ ખતરો ન આવવા દેવાશે નહીં. એમણે એવી માહિતી પણ આપી હતી કે ટૂંક સમયમાં જ ઝાયડસ કેડીલાની રસીને મંજૂરીની મહોર મારી દેવામાં આવશે. તેના પરીક્ષણો ૧૨ થી ૧૮ વર્ષની વયના બાળકો પર થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ બાળકો માટે તેનો ઉપયોગ શ કરી દેવામાં આવશે. એમણે કહ્યું કે કોવેકસિનના બાળકો પરના પરીક્ષણ શ કરવામાં આવ્યા છે ,આ પ્રક્રિયાને પુરી કરવા માટે લાંબો સમય લાગશે નહીં.

 

 

કેડીલા કંપનીના બાળકો પરીક્ષણ થઈ ચૂકયા છે અને ટૂંક સમયમાં જ તેને માન્યતા મળી જશે અને ત્યારબાદ દેશમાં બાળકોને ચાલુ માસથી રસી આપી શકાશે. એવી આશા છે કે આગામી બે સાહ બાદ લાયસન્સ માટે તેના પર વિચારણા શ થઈ જશે. આ રસીને મંજૂરી આપતી વખતે બાળકો માટે તેનો ઉપયોગ કરવા અંગે પણ સત્તાવાર નિર્ણય જાહેર કરી દેવામાં આવશે અને આ બાબતે ઐંડાણપૂર્વક ચકાસણી કરી લેવામાં આવી છે અને પરીક્ષણો ની સફળતા ને જોઈને દેશમાં બાળકોને સુરક્ષિત રાખવામાં ઘણી મદદ મળશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS