જામનગર જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગ અટકાયત કામગીરીની કરવામાં આવી
ગુજરાત રાજ્યમાં અને જામનગર જીલ્લામાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ, મેલેરિયા કેસોમાં વધારો જોવા મળે છે, ડેન્ગ્યુ રોગ ઘરના સંગ્રહિત ચોખ્ખા અને બંધીયાર પાણીમાં પેદા થતો એડીસ ઈજીપ્તી પ્રકારના ચેપી માદા મચ્છર દ્રારા તંદુરસ્ત વ્યક્તિને દિવસે કરડવાથી ફેલાય છે.જયારે મેલેરીયા એનોફીલીશ પ્રકારના ચેપી માદા દ્વારા ફેલાઈ શકે છે. જેથી મચ્છર ઉત્પતિ અટકાવા માટે ઘરમાં સંગ્રહિત કરેલ પાણીના તમામ ટાંકાઓં/પાત્રોને માત્ર હવાચુસ્ત ઢાંકવાથી તેમજ ઘરની આસપાસ/છત ઉપર ચોમાસા પહેલા કે બાદ બિનઉપયોગી કાટમાળ નિકાલ / નાશ કરવાથી મચ્છર તેમાં ઈંડા મૂકી શકતા નથી. આવી રીતે રોગથી સ્વયંભુ બચી શકાય છે.
ભારત સરકાર દ્રારા ૨૦૩૦ સુધીમાં મેલેરીયા નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત જામનગર જીલ્લામાં રોગચાળો અટકાવવા માટે સઘન સર્વેલન્સ ટીમ વર્ક ના ધોરણે હાથ ધરવામાં આવેલ છે.
NVBDCP પ્રોગામ અંતર્ગત હાલ જામનગર જીલ્લામાં પડેલ ભારે વરસાદ બાદ ડેન્ગ્યુ તથા મેલેરિયા ના કેસોમાં વધારો જોવા મળતા માન. જીલ્લા વિકાસ અધિકારીશ્રી ની રાહબરી હેઠળ જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરી મચ્છરો દ્વારા રોગચાળો ના ફેલાય તે માટે જામનગર ના ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એન.એમ.પ્રસાદ ની સુચના તથા માર્ગદર્શન હેઠળ જામનગર જીલ્લાના કુલ ૦૭ હાઈરીસ્ક વિસ્તારોમાં ટીમ સર્વેલન્સ દ્વારા મચ્છર નિયંત્રણ કામગીરી દર અઠવાડિયા ના ગુરુવારે હાથ ધરવામાં આવે છે. જેમાં મચ્છર ઉત્પતિ અટકાવવા પોરાનાશક કામગીરીમાં હાલ સુધી કુલ ૪૫૫ ટીમ દ્વારા ૬૨૧૫૬ ઘરો ની રૂબરૂ મુલાકાત લઇ ૧૦૭૨૬૩ સંભવિત મચ્છર ઉત્પતીસ્થાનો ને તપાસેલ હતા જેમાં પોઝીટીવ જણાયેલ ૨૪૬૯ પાત્રો નો સ્થળ પર નિકાલ કરી કામગીરી કરવામાં આવેલ છે. વધુમાં સ્પ્રે તથા ફોગીંગ કામગીરી હાથ ધરી રોગચાળા નિયંત્રણ કામગીરી કરવામાં આવેલ છે. લોકોમાં મેલેરિયા/ડેન્ગ્યુ/ચીકુનગુનિયા રોગો ફેલાતા અટકે તે માટે જાગૃતિ આવે તે સારું કુલ ૪૨૦૦૦ પત્રિકાઓ નું વિતરણ તથા માઈક પ્રચાર દ્વારા આરોગ્ય શિક્ષણઆપવામાં આવેલ તથા વ્યક્તિગત મુલાકાત દ્વારા જનજાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવેલ.
મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા રોગથી લોકોએ ગભરાવવાની કે ખોટી દહેશત ફેલાવવાની જરૂર નથી. શંકાસ્પદ મેલેરિયા, ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર/સરકારી હોસ્પિટલો કે આરોગ્ય કાર્યકરનો તાત્કાલિક સંપર્ક કરીને લોહીની તપાસ કરાવી સારવાર લેવા જીલ્લા મેલેરિયા અધિકારી ડો. રાઠોડ દ્વારા અનુરોધ કરવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMગુજરાત રાજ્ય એસટી નિગમ મહાકુંભમાં બસ દોડાવવા તૈયાર, ટૂંક સમયમા હર્ષ સંઘવી જાહેરાત કરશે
January 24, 2025 10:46 AMઉત્તરકાશીમાં 3.5ની તીવ્રતાનો કંપન અનુભવાયો, લોકોમાં ગભરાટ
January 24, 2025 10:44 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech