રાજકોટમાં કેલ્શિયમ કાર્બાઈડથી ચીકુ પકાવવાનું કૌભાંડ ઝડપાયું

  • May 08, 2021 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરીના વેપારીઓને ત્યાં ૩૦ સ્થળે ચેકિંગમાં કંઈ વાંધાજનક ન મળ્યું છોટુનગરના ગોડાઉનમાંથી ૧૮૦ કિલો ચીકુનો જથ્થો જપ્ત કરી નાશ

 

 


રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે સવારથી શહેરભરમાં કેરીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને જન આરોગ્ય માટે ઘાતક એવા કેલ્શિયમ કાર્બાઈડથી કેરી પકાવવામાં આવતી હોય તે અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યત્વે સદરબજાર, પરાબજાર, રૈયારોડ, યુનિવર્સિટી રોડ, સહિતના વિસ્તારોમાં કેરીના વેપારીઓને ત્યાં ચેકિંગ કરાયું હતું પરંતુ ત્યાંથી કંઈ વાંધાજનક મળ્યું ન હતું જ્યારે રૈયારોડ પર છોટુનગર મફતીયાપરા વિસ્તારમાં એક ગોડાઉનમાં દરોડા કાર્યવાહી કરતા ત્યાં આગળથી કેલ્શિયમ કાર્બાઈડથી પકાવેલા ૧૮૦ કિલો ચીકુનો જથ્થો મળી આવ્યો હતો જે જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો.

 

 

વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ છોટુનગર મફતીયાપરા વિસ્તારમાં આવેલા કિસ્મત ફ્રુટ સેન્ટરના ગોડાઉનમાં ચેકિંગ કરતાં ત્યાં આગળ કેલ્શિયમ કાર્બાઈડથી પકાવેલા ૧૮૦ કિલો ચીકુનો જથ્થો મળી આવ્યો હતો તેમજ કાર્બાઈડની ૧૮થી ૨૦ પડીકીઓ પણ મળી આવી હતી. સૂત્રોએ ઉમેર્યું હતું કે કેરીના વેપારીઓ હવે કેરી પકાવવા માટે ઈથેપિયોન પાવડરનો ઉપયોગ કરવા લાગ્યા છે જે ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા માન્ય હોય છે આથી આજે કરાયેલા ચેકિંગમાં કેરીના વેપારીઓને ત્યાંથી કેલ્શિયમ કાર્બાઈડનો જથ્થો મળ્યો ન હતો. આગામી દિવસોમાં પણ ફળફળાદીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ ચાલુ રહેશે. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, ૩૦ સ્થળોએ ચેકિંગ દરમિયાન (૧) કેબી ફ્રૂટસ છોટુનગર (૨) કિસ્મત ફ્રૂટ છોટુનગર (૩) સતનામ ફ્રૂટ (૪) શ્રાવ્ય સિઝન સ્ટોર (૫) રાધે સિઝન સ્ટોર (૬) રામનાથ ફ્રૂટ (૭) કુળદેવી ફ્રૂટ (૮) જય માતાજી ફ્રૂટ અને (૯) જલારામ ફ્રૂટ સહિતનાઓને નોટિસ આપવામાં આવી હતી.

  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS