ઉમરાળાની હાઈસ્કૂલના કર્મચારીઓ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમાં આપશે

  • March 26, 2020 10:15 AM 559 views


સર્વેાદય કેળવણી મંડળ ઉમરાળા સંચાલિત પો.મૂ. સર્વેાદય હાઇસ્કૂલ ઉમરાળા અને ડી.એસ.સલોત ગલ્ર્સ હાઇસ્કૂલ ઉમરાળા (જી.ભાવનગર)ના તમામ કર્મચારીઓએ પોતાના એક દિવસનો પગાર કોરોનાના કારણે થયેલ સંકટની પરિસ્થિતિમાં જરિયાતમદં લોકોને સહાય કરવાના ઉમદા હેતુથી મુખ્યમંત્રી રાહતફંડમાં આપવાનું નક્કી કરી સમગ્ર ગુજરાત રાજયમા શાળા સ્ટાફ કક્ષાએથી મદદ કરવાની સૌ પ્રથમ પહેલ કરી છે. આ પહેલને સર્વેાદય કેળવણી મંડળ ઉમરાળા અને જિલ્લા શિક્ષણ અધિકારી વ્યાસે આવકારી છે