મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં બે દિવસ રોકાશે: બર્થ ડેના આગલા દિવસે આગમન

  • July 29, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તારીખ ૨ ઓગસ્ટના રોજ પોતાના જન્મદિવસની ઉજવણી રાજકોટમાં કરશે અને મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીને સરકારમાં પાંચ વર્ષ પુરા થયા હોવાથી તેની ઉજવણીના ભાગપે સેવા સેતુ સહિતના કાર્યક્રમો યોજવામાં આવનાર છે અગાઉના સેડુલ મુજબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તારીખ ૨ ઓગસ્ટ ના રોજ સવારે રાજકોટ આવવાના હતા પરંતુ ગાંધીનગરના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ તેમના પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને હવે તારીખ ૧ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી પોતાના વતન રાજકોટ માં આવી જશે.

 


મુખ્યમંત્રી તારીખ ૧ ના રોજ રાજકોટમાં સાંજે અથવા તો રાત્રે આવે તેવી શકયતા છે.કયારે આવશે તે હજુ ફાઈનલ ન હોવાથી તારીખ ૧ ના રોજ મુખ્યમંત્રીના કોઈ કાર્યક્રમ રાજકોટમાં રાખવામાં આવ્યા નથી.પરંતુ તા.૨ ઓગસ્ટના રોજ સવારે મુખ્યમંત્રી પોતાના જન્મ દિવસની ઉજવણીનો પ્રારભં ન્યારી ડેમ નજીક વૃક્ષારોપણ કરીને બીજા કાર્યક્રમોમાં હાજરી આપશે. કાલાવડ રોડ પર માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોની સંસ્થાનું નવું બિલ્ડીંગ બાંધવાનો પ્રોજેકટ મંજૂર થઈ ગયો છે તેની ભૂમિ પૂજન વિધિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે અને બપોરના ભોજનમાં પણ આ સંસ્થાના બાળકો ને આમંત્રણ આપવામાં આવ્યું છે.

 


સૂચિત સોસાયટી ના મકાનો રેગ્યુલરાઈઝ કરવા માટેની સ્કીમ ચાલી રહી છે આ સ્કીમ અંતર્ગત ૬૦૦ જેટલા લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે દાવા પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવનાર છે કોરોના ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૬૦૦ માંથી મર્યાદિત સંખ્યામાં અરજદારોને હાજર રાખવામાં આવશે.

 


સવારે ૧૦:૦૦ વાગ્યાથી ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવશે અને તેમાં સરકારની વિવિધ ૫૭ યોજનાના લાભ એક જ સ્થળેથી મળી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દિવ્યાંગો અને સિનિયર સીટીઝનો માટે અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે આ કાર્યક્રમ માટે પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેકટરોના અધ્યક્ષ સ્થાને સરકારના જુદા જુદા ૧૪ વિભાગના અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS