રૂપાણીએ કહ્યું...અંધેરા છટેગા, સૂરજ નીકલેગા... કોરોના વોરિયર્સનો આભાર માન્યો

  • April 17, 2021 02:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોગ્ય તંત્ર કથળ્યું હોવાના અનેક આરોપ વચ્ચે કોરોનાના ઝડપથી વધતા જતા કેસોને નિયંત્રણમાં લેવા માટે એક તરફ રાજ્ય સરકાર બીજા કાર્યક્રમોને પડતા મૂકીને આરોગ્ય વિષયક પગલાં લઇ રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ફેસબુક લાઇવમાં કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી આપણે લડી રહ્યાં છીએ. રાજ્ય અને દેશનો સામાન્ય માણસ પણ લડી રહ્યો છે. આ મહામારીમાં જો કોઇનું સૌથી વધુ યોગદાન રહ્યું હોય તો કોરોના વોરિયર્સ છે. તેમને મારા વંદન છે.

 


હું ડોક્ટર,નર્સ અને પેરા મેડીકલ સ્ટાફનો આભાર માનું છું. તેમના થકી ગુજરાત લડાઇ લડી રહ્યું છે. વર્ષે પહેલાં જ્યારે મહામારીની શરૂઆત થઇ ત્યારથી મેડીકલ સ્ટાફ લડે છે. ડોક્ટર, નર્સ અને સ્ટાફે જીવ પણ ગુમાવ્યા છે. એક એવો સમય આવ્યો હતો કે આપણે કોરોના મુક્ત તરફ ગતિ કરી રહ્યાં હતા પરંતુ માર્ચ મહિનામાં ફરીથી કેસ વધ્યાં છે. આખું રાજ્ય આશાના ભાવથી જોઇ રહ્યું છે. કોઇપણ જાતના વિરામ વિના એક જ કામ કરી રહ્યાં છો. પરિવાર સાથે સમય વિતાવી રહ્યાં નથી. કોરોના વોરિયર્સનો આભાર માનતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ લડાઇ લાંબી ચાલી છે. થકાવટ અને નિરાશા આવે તે સ્વાભાવિક છે. કોરોના ક્યારે હટશે તેવો પ્રશ્ન લોકોને છે. ગુજરાતની સાડા છ કરોડની જનતા તમારી સાથે છે. આપણો વિજય થવાનો છે. વેક્સિન શસ્ત્ર છે. ઝડપથી આપણે બહાર નિકળીશું. અંધેરા છટેગા, સૂરજ નિકલેગા..આપણને સુંદર જીવન પાછું મળવાનું છે. બઘાંની આશા તમારી પર છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS