રાજકોટના કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને મુખ્યમંત્રીનું તાકિદનું તેડું

  • June 08, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એઈમ્સ, એરપોર્ટ, સાયન્સ સિટી, કોર્ટ બિલ્ડિંગ, જનાના હોસ્પિટલ પ્રોજેકટ સહિતના મુદ્દે ચર્ચાની શકયતા

 


કોરોનાની બીજી લહેર શાંત થતાની સાથે  સરકાર દ્રારા બીજા જ દિવસથી વિકાસની બાબતોમાં અને ખાસ કરીને મોટા પ્રોજેકટો ઝડપભેર પુરા થાય તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ કલેકટર રેમ્યા મોહન અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને તાત્કાલીક ગાંધીનગર પહોંચવાનો આદેશ મળતાની સાથે જ આ બન્ને અધિકારીઓ ગાંધીનગર પહોંચી ગયા છે. મુખ્યમંત્રી સાથેની આ બન્ને અધિકારીઓની મિટિંગનો એજન્ડા શું છે તે અંગે સત્તાવાર રીતે કશું કહેવાતું નથી પરંતુ કલેકટર કચેરીના ટોચના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલતા વિવિધ પ્રોજેકટોની ફાઈલ લઈને અધિકારીઓ ગયા છે અને તેથી આ પ્રોજેકટ સંદર્ભે ચર્ચા કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

 


રાજકોટની ભાગોળે ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઈમ્સ, માધાપર નજીક નવું કોર્ટ બિલ્ડિંગ, જનાના હોસ્પિટલનું આધૂનિકરણ અને ઈશ્ર્વરિયા પાર્કમાં સાયન્સ સિટી જેવા અનેક પ્રોજેકટ લાંબા સમયથી ચાલી રહ્યા છે તેમાં ઝડપ લાવવા માટે આ મિટિંગનું આયોજન કરાયેલ હોવાનું જાણવા મળે છે. થોડા સમય પહેલાં જ એરપોર્ટ અને એઈમ્સના મુદ્દે સંબંધિત અધિકારીઓ સાથે કલેકટરે ચર્ચા કરીને સમીક્ષા કરી હતી. કોરોનાની પરિસ્થિતિમાં પરપ્રાંતીય મજૂરો પોતાના વતનના ચાલ્યા ગયા હોવાથી એઈમ્સ એરપોર્ટ જેવા અનેક પ્રોજેકટનું કામ ધીમી ગતિએ ચાલતું હતું પરંતુ હવે પરિસ્થિતિ રાબેતા મુજબની થતા આ તમામ પ્રોજેકટ ઝડપથી આગળ વધી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS