મુખ્યમંત્રીએ કહ્યું, રાજકોટવાળાએ બંગલે લંચ લઈને જ જવાનું હો...

  • March 23, 2021 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના નવ નિયુકત પદાધિકારીઓ મેયર ડો.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ અને દંડક સુરેન્દ્રસિંહ વાળા પદગ્રહણ બાદ સૌ પ્રથમવાર ધાલીગણ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના નેતૃત્વમાં મુખ્યમંત્રી વિજયભાઈ પાણીની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા. રાજકોટમાં 72માંથી 68 બેઠકો જીતી ગાંધીનગર ગયેલી વિજેતા ટીમને મુખ્યમંત્રીએ અનેરો આવકાર આપ્યો હતો તેમજ શુભેચ્છા મુલાકાત બાદ બધાને સીએમ બંગલો ખાતે જ બપોરનું ભોજન લેવા રાજકોટવાસીને છાજે તેવો આગ્રહ કર્યો હતો. તસવીરમાં મુખ્યમંત્રીની મુલાકાત લેતાં મહાપાલિકાના પદાધિકારીઓ નજરે પડે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS