જૂનાગઢમાં કોરોના પરિસ્થિતિનો ચિતાર મેળવતા મુખ્યમંત્રી રૂપાણી

  • May 05, 2021 12:18 AM 

કલેકટર, ડીડીઓ, આરોગ્ય તંત્રવાહકો સાથે બેઠક યોજી: રિકવરી ગ્રાફ ઉંચો લાવવા ખાસ તાકીદ: શહેરો, ગામોમાં ધન્વંતરી રથ સહિતના ટેસ્ટિંગ વધારાયું

 


જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધતા જતાં કેસ તેમજ દર્દીઓના મૃત્યુને લઇને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ દોડી આવી કલેકટર કચેરી ખાતે અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

 


ખાસ કરીને શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં કોરોનાના કેસને લઇ ઉપલબ્ધ સુવિધા તેમજ વધુ સુવિધાઓ માટે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોનાના કેસોનો આકં ત્રેવડી સદી તરફ જતો હોય તેમજ દર્દીઓએ મોતને પગલે સંક્રમણને કાબૂમાં લેવા ઉપરાંત પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી થાય તેમજ જરૂરી સુવિધાઓ અંગે ચિતાર મેળવ્યો હતો.

 

 


કલેકટર ઓફિસ ખાતે યોજાયેલ સમીક્ષા બેઠકમાં અગ્રસચિવ અનિલ મુકીમ ઉપરાંત કલેકટર ડો.સૌરભ પારઘી, ડીડીઓ પ્રવીણ ચૌધરી, કમિશનર તુષાર સુમેરા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચેતન મહેતા, સિવિલ સર્જન સુશીલકુમાર સહિતનઓ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લાની કોરોનાની પરિસ્થિતિ અંગે વિસ્તૃત વિગતો મેળવી જરૂરી ચર્ચાઓ કરી અધિકારીઓ સાથે કોરોનાની પરિસ્થિતિ અંગે વિસ્તૃત વિગતો મેળવી જરૂરી ચર્ચાઓ કરી અધિકારીઓ સાથે કોરોનાની પરિસ્થિતિ અંગે વધુ સુવિધાઓ વધારવા અંગે ચર્ચાઓ કરી હતી. જૂનાગઢને કોરોનાને લઇ પુરતી સુવિધા પુરી પાડવા રાય સરકાર કટિબધ્ધ જૂનાગઢમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં રિકવરી રેટનો ગ્રાફ વધ્યો. આગામી સમયમાં જૂનાગઢમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાઓને કોરોના વેકિસનોશનનો પ્રારભં કરાવાશે. રજીસ્ટ્રેશન અચુક કરાવવા મુખ્યમંત્રીએ અપીલ કરી હતી.

 


તો આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે જૂનાગઢ ઉપરાંત રાયમાં રિકવરી રેટમાં વધારો થવા પામ્યો છે, તો તેની સામે કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
જૂનાગઢ શહેરમાં સરકાર દ્રારા કાર્યરત અધતન સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સુવિધાઓ અપવામાં આવે છે તો બીજી તરફ જૂનાગઢ શહેર જિલ્લામાં રિકવરી રેટમાં વધારાને લઇ  દરરોજ મોટી સંખ્યામાં લોકો કોરોનાને માત આપી ડિસ્ચાર્જ થઇ રહ્યા છે. રાય સરકાર કોરોનાને લઇ ટેસ્ટિંગમાં વધારો કરી ઉપરાંત ધનવંતરી રત દ્રારા પણ લોકોને ઘર આંગણે જ ટેસ્ટિંગ તથા દવા સહિતની સેવાઓ આપી રહી છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઇ રહ્યા છે.

 

 


ગ્રામ્ય પંથકોમાં ટેસ્ટિંગ સેન્ટર તેમજ આરોગ્ય કેન્દ્રમાં લોકોને જરૂરી સુવિધાઓ મળી રહે તેમજ મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન અંતર્ગત ગ્રામ્ય પંથકના લોકોને પુરતી સુવિધા આપવા રાય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.

 

 


જૂનાગઢ શહેર જિલ્લામાં જરૂરી ઓકિસજનની અછતને લઇને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં અધતન સિવિલ હોસ્પિટલમાં જ ઓકિસજન ટેન્ક દ્રારા દર્દીઓને પુરતા પ્રમાણમાં ઓકિસજનની વ્યવસ્થાઓ આપવામાં આવે છે, તો બીજી તરફ દર્દીઓને પણ જરૂરી તબીબી સેવાઓ મળી રહે તે માટે રાય સરકારે તાબડતોડ તબીબોની નિમણૂકના અની જીવના જોખમે હાલ કામગીરી કરી દર્દીઓના જીવ બચાવનાર તબીબોના પગા ધોરણ પણ ઉંચું કરી કોરોના વોરિયર્સ તબીબોની કામગીરીને બિરદાવી છે. આજે કલેકટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ સકિર્ટ હાઉસ ખાતે ભોજન કર્યા બાદ ગાંધીનગર ખાતે જવા રવાના થયા હતાં. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS