રાજકોટના હાલચાલ જાણવા આવ્યા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી

  • April 10, 2021 02:35 AM 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે મોરબી બેઠક પૂરી કરીને રાજકોટ સરકીટ હાઉસ આવી પહોચતા પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા, કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ વગેરેએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમને આવકારવા માટે મેયર પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ્ના અગ્રણીઓ કમલેશ મીરાણી, ધનસુખભાઈ ભંડેરી, રાજુભાઈ ધ્રુવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, પુષ્કર પટેલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સરકીટ હાઉસ ખાતે ડોકટરો સાથે શહેરની સ્થિતિની ચર્ચા કરી હતી.                                             


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS