છોટાઉદેપુરમાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ

  • March 21, 2020 02:35 PM 352 views

છોટાઉદેપુરમાં ઉનાળામાં પાણીની સમસ્યા સર્જાવાના એંધાણ

છોટાઉદેપુર નગરના લોકોને આવનારા ઉનાળાના સમયે પીવાના પાણી માટે વિકટ સમસ્યાનો સામનો કરવો પડશે તેવા એંધાણ

ગયા વર્ષે રાજ્યમાં સૌથી વધુ વરસાદ  છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયો હતો. નગરજનોને હતું કે આ વર્ષે પીવાના પાણીનું સંકટ નહીં નડે પણ હાલની સ્થિતિ જોતાં આવનારા સમયમાં નગરપાલિકાના પ્રમુખ જ જણાવી રહ્યા છે કે, તેઓ પાસે ફક્ત પંદર દિવસ જ વ્યવસ્થિત પાણી આપી તેવી પરિસ્થિતી છે. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પાણીનું જળ સ્તર નીચે જતું રહ્યું છે. નદીમાં પાણીના સ્ત્રોત ઘટવાનું કારણ ગેરકાયદેસરનું રેતીનું ખનન પણ નગર પાલિકાના પ્રમુખ જણાવી રહ્યા છે પણ તેને રોકવા તંત્ર અસમર્થ છે.