ધોરાજી પંથકમાં ઉનાળાની શરૂઆતથી ચેકડેમ અને નદીઓ ખાલીખમ: ખેડૂતોની હાલત કફોડી

  • March 23, 2021 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધોરાજી પંથકમાં ઉનાળાની શરૂઆતમાં ચેકડેમ અને નદી નાળાઓમાં પાણી ખાલીખમ થઇ ગયા છે. ચેકડેમ અને નદીના પાણી આધારિત ઉનાળુ પાકને પિયત આપતા ખેડૂતો ચિંતીત બન્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા જળસંચય અભિયાનની જે જાહેરાતો કરવામાં આવે છે જે પોકળ સાબિત થઇ રહી છે અને ઉનાળાના પ્રારંભે ધોરાજીના ચેકડેમ તળિયા ઝાટક થઇ ગયા છે.


આમ તો જળ એ જીવન કહેવાય છે ગત વર્ષ સારા એવા વરસાદને કારણે ધોરાજી પંથકના જળાશયો અનેક વાર ઓવરફલો થયા હતાં અને હજુ પણ ધોરાજીના ભાદર ૨ અને ફોફરમાં હાલ પુષ્કળ પ્રમાણમાં પાણીનો જથ્થો છે જે જથ્થા દ્વારા અથવા સોની યોજના હેઠળ ચેકડેમ ભરી દેવામાં આવે તો ખેડૂતોને ઉનાળુ પિયત માટેનું પ્રશ્ર્ન હલ થઇ શકે એમ છે.


ધોરાજી પંથકના અન્નદાતા પર જાણે કુદરત રૂઠી હોય એવું લાગી રહ્યું છે આમ ધોરાજી પંથકના ખેડૂતોએ એ પહેલા માનવસર્જિત આફત જેવી કે લોકડાઉન અને બાદમાં ચોમાસું પાક પર અતિવૃષ્ટિ અને બાદમાં માવઠું સહિતની આકાશી આફતોનું સામનો કરી ચૂકેલા ખેડૂતો હવે ઉનાળુ પાક માટે પિયતના પાણીને લઇ અને ચિંતિત બન્યા છે. ધોરાજીના તમામ ચેકડેમો ખાલ ખમ્મ થઇ ચૂકયા છે અને ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આમ તો સરકાર જળસંચયના અભિયાન અંતર્ગત ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે અને જળ સંચય અભિયાન માટે દર વર્ષે કરોડો ‚પિયાનું ખર્ચ કરે છે પરંતુ આ અભિયાનનું ધોરાજીમાં સ્વપ્ન રોળાઇ રહ્યું છે ધોરાજી અને આસપાસના વિસ્તારના તમામ ચેક ડેમો ખાલીખમ થઇ ગયા છે અને ખેડૂતોને ઉનાળુ પાકને પિયત માટે ચિંતામાં વધારો થયો છે.


ધોરાજી પંથકના ખેડૂતો આમ તો ઉનાળુ પાકમાં મગફળી, અડદ, જુવાર અને મકાઇ સહિત પશુ માટે ઘાસચારાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરતા હોય છે. પરંતુ આ વર્ષે તમામ ચેકડેમ ખાલીખમ હોવાને કારણે અંદાજિત ૨૦૦ હેકટર જેટલા ખેડૂતો ઉનાળુ વાવેતર કરતા પહેલા મુંઝવણમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના જળાશયોમાં હાલ પુષ્કળ પ્રમાણમાં પાણી ઉપલબ્ધ છે. ધોરાજીનું ભાદર-૨ અને ધોરાજીનું ફોફર ડેમમાં પણ પાણીનો પુષ્કળ પ્રમાણમાં જથ્થો છે જેથી કરી અને બન્ને જળાશયોમાંથી કેનાલ મારફતે અથવા કોઇપણ પ્રકારની સિંચાઇ યોજના આધારે ખાલી પડેલ ચેકડેમ અને પાણીથી ભરી આપવામાં આવે તો ખેડૂતોને ઉનાળુ પાકના પિયતનો પ્રશ્ર્ન હલ થઇ શકે તેમ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS