સસ્તા અનાજની 124 દુકાનો બંધ: વધુ બે રાજીનામાં

  • March 16, 2021 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર અને જિલ્લામાં સસ્તા અનાજની કુલ 747 દુકાનો છે તે પૈકી 124 દુકાનો બંધ છે જે તે વેપારીઓએ પોતાની દુકાન બંધ કરવા માટે સરકારની મંજુરી લઈને દુકાનો બંધ કરી દીધી છે. આવી બંધ પડેલી દુકાનોમાં નોંધાયેલા રેશનકાર્ડ ધારકોને આસપાસ ની દુકાન માંથી અનાજનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે અને 124 દુકાનો ચાર્જના હવાલે ચાલી રહી છે. સસ્તા અનાજના વેપારીઓને અપાતા કમિશન માં વધારો કરવા સહિતની માગણીઓ અનેક વખત લેખિતમાં અને મૌખિક માં આપવા છતાં તેનું કોઇ નિરાકરણ આવતું નથી ઊલટાનું ચેકીંગના નામે સરકારી કનડગત અને ઉઘરાણાથી ત્રસ્ત બનેલા સસ્તા અનાજના વેપારીઓ ધડાધડ રાજીનામાં આપી રહ્યા છે 124 દુકાનો બંધ છે ત્યાં રાજકોટ શહેરના વધુ બે વેપારી પોતે દુકાન બંધ કરવા માંગે છે તેવી લેખિતમાં વિધિવત જાણ પુરવઠા વિભાગને કરી દીધી છે.

 


કુવાડવા રોડ પર રોહીદાસ પરા શેરી નંબર 14માં દુકાન ધરાવતા વિરજીભાઇ ડાયાભાઈ રાખસિયા અને ઉદ્યોગ નગર શેરી નંબર 5 માં આવેલ લાખાજીરાજ ગ્રાહક સહકારી મંડળીએ પોતે દુકાન નું સંચાલન સંભાળવા માગતા નથી તેમ જણાવીને રાજીનામું આપી દીધું છે. જો આ બંને રાજીનામા મંજૂર થશે તો વધુ બે દુકાનોનો ચાર્જ આસપાસના દુકાનદારો ને આપવામાં આવશે.

 


પુરવઠા વિભાગના સત્તાવાર સાધનો તો દુકાનો બંધ થવા પાછળ અન્ય કારણો હોવાનું પણ જણાવે છે સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ જેના નામનો દુકાનનો પરવાનો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં વારસદારને દુકાનનો પરવાનો અપાતો હોય છે પરંતુ આ પ્રક્રિયામાં સમય પસાર થાય છે આવી જ રીતે કોર્ટ મેટર બીમારી સહિતના કારણોસર પણ દુકાનો બંધ થતી હોય છે. લાખાજીરાજ ગ્રાહક સહકારી મંડળી ફડચામાં જતી હોવાથી અને અન્ય કોઈ વ્યક્તિ તેનું સંચાલન સંભાળી શકે તેમ ન હોવાથી આ દુકાન બંધ કરવા માટે પરવાનગી માગવામાં આવી છે આવી જ રીતે વિરજીભાઇ રાખસીયાએ પોતાની ઉંમર 63 વર્ષની હોવાથી દુકાન સંભાળી શકે તેમ નથી એવું કારણ આપ્યું છે.

 

રેશનકાર્ડની કામગીરી અડધો દિવસ બંધ રાખવાના નિર્ણયથી ભારે દેકારોનવા રેશનકાર્ડ કાઢી આપવા, રેશનકાર્ડમાં નામ-સરનામા સહિતની વિગતોમાં ફેરફાર જેવી બાબતો અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતાં ભારે દેકારો બોલી ગયો છે. આજે આ મામલે અશોકભાઈ નારણભાઈ બૂટાણીએ જિલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું છે અને આ પ્રકારના નિર્ણયથી લોકો હેરાન-પરેશાન થઈ જશે તેમ જણાવ્યું છે.

 


નવી કલેકટર કચેરીમાં જનસેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અને તેમાં 64 પ્રકારની સેવા આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ માત્ર ચાર પ્રકારની સેવા આપવામાં આવે છે. તેમાં પણ રેશનકાર્ડને લગતી કામગીરી અડધો દિવસ કરી નખાતા લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. લાખો પિયાના ખર્ચે બનાવવામાં આવેલું જનસેવા કેન્દ્ર શોભાના ગાંઠિયા જેવું બની ગયું છે. મામલતદાર કચેરીઓએ પણ રેશનકાર્ડની કામગીરી અડધો દિવસ બંધ રાખવામાં આવે છે. આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારીને બ રજૂઆત માટે મળવા જઈએ ત્યારે સમય અપાતો નથી અને ફોન પર જવાબ અપાતો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS