ચાતુર્માસનો પ્રારંભ : સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને સુખ માટે આ બાબતોનું રાખો ધ્યાન

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીથી કારતક માસના શુક્લ પક્ષની એકાદશી સુધીના સમયગાળાને ચાતુર્માસના નામથી ઓળખવામાં આવે છે. 1 જુલાઈથી તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને 24 નવેમ્બર સુધી ચાતુર્માસ રહેવાનો છે. આ ચાર મહિનાનું હિંદુ ધર્મ તેમજ જૈન ધર્મમાં ખૂબ જ મહત્વ રહેલું છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિનામાં કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો મનુષ્ય નું સ્વાસ્થ્ય સુખ જળવાઈ રહે છે,તેમજ મૃત્યુ બાદ પણ તેને સારા લોકોની પ્રાપ્તિ થઇ શકે છે. પદ્મ પુરાણ, સ્કંધ પુરાણ અને ભવિષ્ય પુરાણમાં પણ આ બાબતોનો ઉલ્લેખ મળી આવે છે.

 

ધાર્મિક ગ્રંથો પ્રમાણે ચાતુર્માસ દરમ્યાન વ્રત પૂજન હવન અને ધ્યાન તેમજ યોગનો અભ્યાસ કરવામાં આવે છે. આ સમય સંતો-ભક્તો સાધુઓ માટે વિશેષ માનવામાં આવ્યો છે. માન્યતા છે કે આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે અને આ સમયમાં જે મનુષ્ય સંયમ અને નિયમનું પાલન કરે છે તેના પુણ્યની ગણના તો બ્રહ્માજી પણ કરી શકતા નથી. એવું પદ્મપુરાણમાં જણાવવામાં આવ્યું છે.આ દરમિયાન વિષ્ણુસહસ્ત્રનામનું પૂજન કરવામાં આવે તો શ્રેષ્ઠ પુણ્યદાયી કહેવામાં આવ્યું છે.

 

ચતુર માસનો પ્રથમ મહિનો શ્રાવણ મહિનો હોય છે જે ભગવાન શિવને સમર્પિત હોય છે આ મહિનામાં લીલા પાંદડાવાળા શાકભાજી અને ન આરોગવાના  નિયમ પાળવામાં આવે તો સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે, અને ધર્મમાં પણ તેને માન્યતા આપવામાં આવી છે. બીજો મહિનો ભાદ્રપદના હોય છે જે પૂર્ણ રીતે તહેવારોથી ભરેલો હોય છે ભગવાન ગણેશનું આગમન થાય છે, એટલેકે ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમીનું પર્વ પર આ મહિનામાં આવે છે. આ મહિનામાં દહીં ખાવાથી બચવું જોઈએ.ચતુર માસનો ત્રીજો મહિનો અશ્વિન હોય છે આ મહિનામાં નવરાત્રી અને દશેરાની ઉજવણી કરવામાં આવે છે આ મહિનામાં દૂધની પરેજી રાખવાનો નિયમ છે. ચાતુર્માસનો છેલ્લો એટલે કે ચોથો મહિનો કારતક માસ હોય છે આ મહિનામાં દીપોત્સવી પર્વ મનાવવામાં આવે છે આ મહિના દરમિયાન દાળની  પરેજી રાખવાનું વિધાન છે, આ નિયમ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવ્યો છે.

 

ચાતુર્માસ દરમિયાન શું ન કરવું જોઇએ

 

ચતુર માસ દરમિયાન જે લોલો વ્રત  કરે છે તેને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. તે માટે નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઇએઅને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. જ્યાં સુધી શક્ય હોય તો જેમાં અમુક ચીજવસ્તુઓનો પ્રયોગ કરવાથી બચવું જોઈએ. ફરાળીએ ઘઉં, મગની દાળ જેવા ઘણા ખાધ્ય પદાર્થોનું સેવન કરવું જોઇએ નહીં. સત્ય અને ઈમાનદારીના રસ્તા પર ચાલવું જોઈએ અને કોઈ સાથે છેતરપિંડી કરવી જોઈએ નહીં એવું કોઈ કાર્ય ન કરવું જોઈએ જેનાથી કોઇનું દિલ દુભાય.


ચતુર્માસમાં પાણી સંબંધિત રોગો થવાની સંભાવના વધારે હોય છે, આ માટે જળ સંબંધી બીમારીઓ વધવાની શક્યતા વધી જાય છે કારણકે વરસાદની ઋતુમાં જમીન ના કીડા પેદા થતા હોય છે અને સંશોધકોનું માનવું તો આ ઋતુમાં લીલા સરદાર શાકભાજીઓ બેક્ટેરિયા સંક્રમણથી ભરેલા હોય છે. આ માટે પાલક સલાડ કોબી વગેરે શાકભાજીનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. 

 

વ્રત કરનારે ખાસ કરીને ડુંગળી લસણ અને રીંગણ ખાવાની પરેજી પાડવી જોઈએ.

 

દૂધનું સેવન કરતી વખતે વધારે પાણી નાખી અને તેનો પ્રયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

 

જો તમે ચાતુર્માસ વ્રત નથી કરતા તો થવા માટે આ બધું પાલન  કરી શકો છો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS