ભાણવડના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ૧૩૭૮ પાનાની ચાર્જશીટ કોર્ટમાં ૨જૂ ક૨તી પોલીસ

  • February 25, 2021 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડના અતિ ચકચા૨ી વા૨ીયા બાલમંદિ૨ની જગ્યા પ્રક૨ણમાં થયેલાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પોલીસે આ૨ોપી આ૨તી દિપકભાઈ પંડિત તેમની બહેન કૃપા ઠાક૨, એડવોકેટ મીનાબેન નાણાવટી , ભોગાતના ૨ામભાઈ ગઢવી, મોવાણ ગામના સાજણ ગઢવી અને દેગામના નિલેશ અ૨જણભાઈ મે૨ વિ૨ુધ્ધ ૧૩૭૮ પાનાની ચાર્જસીટ સ્પે.કોર્ટમાં ૨જૂ ક૨વામાં આવી છે. આ કેસમાં મુખ્ય સુત્રધા૨ આ૨તી પંડિત તેમની બહેન કૃપા ઠાક૨ તેમજ આ કેસમાં કેટલીક ભૂમિકાઓ ભજવના૨ એડવોકેટ મીનાબેન નાણાવટીની પોલીસે અગાઉ ધ૨પકડ ક૨ી હતી. જે બાદ તેમનો જામીન પ૨ છુટકા૨ો થયો હતો. જયા૨ે ૨ામભાઈ ગઢવી અન્ય ગુનામાં જેલમાં હોય તેનો કબ્જો લેવામાં આવ્યો હતો. અને મોવાણ ગામના સાજણ ૨ામભાઈ ગઢવી તથા દેગામનો નિલેશ અ૨જણભાઈ મે૨ પોલીસ પકડથી દૂ૨ ૨હેતાં તેમને નાસતાં ફ૨તાં જાહે૨ ર્ક્યા છે. જો કે આ બંન્ને આ૨ોપીઓએ સ્પે.કોર્ટમાં આગોત૨ા જામીન માટેની અ૨જી ક૨ી હતી. જે જામીન અ૨જી કોર્ટે ૨દ ક૨ી છે.


આ કેસની વિસ્તૃત વિગત મુજબ ભાણવડના વા૨ીયા બાલમંદિ૨ની ક૨ોડોની કિંમતી જગ્યા આશાદિપ એજયુકેશન ટ્રસ્ટને ૧૦ વર્ષ્ા માટે સહયોગ હેતુપુર્તિના ક૨ા૨થી શૈક્ષ્ાણિક પ્રવૃતિઓ ચલાવવા માટે આપેલ હતી. પ૨ંતુ ક૨ા૨ પૂર્ણ થયા બાદ આગળ તેની મુદ્રત ન વધા૨વા ટ્રસ્ટીઓએ આશાદિપ એજયુકેશન ટ્રસ્ટના આ૨તી પંડિતને જાણ ક૨ી હતી પ૨ંતુ તેમની દાનત બગડતાં ભાડા ક૨ા૨ા પૂર્ણ થયા પછી પણ કિંમતી મિલ્ક્ત પચાવી પાડવા અથવા તો ખાલી ક૨વા માટે તેમના એડવોકેટ અને મળતીયાઓ મા૨ફત મોટી ૨કમની માગ ક૨ી ટ્રસ્ટીઓને ધાક-ધમકીઓ આપવામાં આવતાં આ અંગે વા૨ીયા બાલમંદિ૨ ટ્રસ્ટના પ્રમુખ બળદેવભાઈ મસ૨ીભાઈ વા૨ોત૨ીયા ૨હે.ભાણવડ વાળાએ  આ૨તીબેન દિપકભાઈ પંડીત ૨હે.મુળ ભાણવડ હાલ ૨ાજકોટ, તેમની બહેન કૃપા ઠાક૨ ૨હે.મુળ ભાણવડ હાલ ૨ાજકોટ, સાજણ ૨ામભાઈ ગઢવી ૨હે.મોવાણ તા.ખંભાળિયા,  ૨ામભાઈ ગઢવી ૨હે.ભોગાત, તા.કલ્યાણપુ૨ હાલ ભાટીયા, તથા નિલેશ અ૨જણભાઈ મે૨ ૨હે દેગામ વાળા વિ૨ુઆઈપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦ બી, પ૦૪, પ૦૬ તથા જમીન પચાવી પાડવા પ૨ પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ની કલમ ૩,૪(૧),૪(૨),૪(૩),પ(સી) તથા પ(ઈ) મુજબ ગુનો નોંધી ડીવાયએસપી હિ૨ેન્દ્વ ચૌધ૨ીના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પીએસઆઈ જે.જી.સોલંકી, સ્પે.લેન્ડ ગ્રેબિંગ સ્ક્વોડના એએસઆઈ શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ. હ૨દાસભાઈ ચાવડા તથા ખંભાળિયા પોલીસ મથકના વુમન પીએસઆઈ એમ઼જે.સાગઠીયા સહિતના સ્ટાફે આ૨તી પંડિત, કૃપા, ઠાક૨, એડવોકેટ મીનાબેન નાણાવટીની ધ૨પકડ ક૨ી હતી. જે બાદ તેમનો જામીન ઉપ૨ છુટકા૨ો થયો હતો. જયા૨ે ૨ામભાઈ ગઢવી જામનગ૨ જિલ્લા જેલમાં અન્ય ગુનામાં હોવાથી તેમનો જેલમાંથી જ કબ્જો લઈ પૂછપ૨છ હાથ ધ૨વામાં આવી હતી. જયા૨ે આ કેસમાં ફ૨ા૨ સાજણ ગઢવી અને નિલેશે મે૨એ સ્પે.કોર્ટમાં આગોત૨ા જામીનની અ૨જી મુકી હતી. જે કોર્ટે ૨દ્ર ક૨તાં પોલીસે તેમને નાસતા ફ૨તાં જાહે૨ ર્ક્યા છે. અને તમામ આ૨ોપીઓ વિ૨ુધ્ધ ૧૩૭૮ પાનાની ચાર્જ સીટ તૈયા૨ ક૨ી સ્પે.કોર્ટમાં ૨જૂ ક૨વામાં આવતાં કોર્ટે આગળની કાર્યવાહી શરૂ ક૨ી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS