જન્મ-મરણ નોંધણીના દાખલાની એક કોપીના રૂ.૫૦ વસુલવાનું શરૂ, હોબાળો

  • April 01, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં હાલ સુધી પ્રતિ નકલ દીઠ રૂ.પાંચ વસૂલીને જન્મ મરણ નોંધણી સર્ટિફિકેટની કોપી અપાતી હતી, દરમિયાન આજથી પ્રતિ નકલ દીઠ રૂ.૫૦ની ફી વસુલવાનું શરૂ કરાતા હોબાળો બોલી ગયો હતો. અનેક અરજદારોએ તો ઘરે પૈસા લેવા દોડવું પડ્યું હતું. પ્રથમ પાંચ નકલ ફ્રી આપીશું તેવી બજેટમાં કરેલી જાહેરાતનો અમલ તો શક્ય બન્યો ન હતો, ઉલટું ફીમાં દસ ગણો વધારો લાગુ થતા અરજદારોની હાલત માઠી થઇ ગઇ હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી જન્મ-મરણના દાખલાની ફીમાં દસ ગણો વધારો ઝીંકી અમલવારી શરૂ કરી દેવામાં આવતા હોબાળો મચી ગયો હતો. તાજેતરમાં મ્યુનિસિપલ બજેટમાં જોગવાઈ કરી જન્મ-મરણના પ્રથમ પાંચ દાખલા ફ્રી કાઢી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જેના એક સપ્તાહ બાદ આજ તંત્રએ જન્મ-મરણના દાખલાની ફીમાં દસ ગણો તોતીંગ વધારો ઝીંકી દીધો હતો છતાં પ્રથમ પાંચ દાખલા ફ્રીમાં મળશે તેવું લોકોને લાગતું હતું. પરંતુ દસ ગણા ફી વધારાની અમલવારી શરૂ થઈ છે ત્યારે પ્રથમ પાંચ દાખલા ફ્રી આપવાનો નિયમ અમલમાં આવશે કે કેમ ? તે અંગે પ્રશ્નાર્થ સર્જાઇ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application