ચારધામ યાત્રા કોરોના વાયરસને પગલે રદ, ઉત્તરાખંડ સરકારની જાહેરાત

  • April 29, 2021 09:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરાખંડના મુખ્યમંત્રી સીએમ તીરથસિંહ રાવતે ગુરુવારે ચારધામ યાત્રા રદ્દ કર્યાની ઘોષણા કરી છે. તેમણે કહ્યું છે કે મંદિરોના દ્વાર ખુલશે પણ ત્યાં ફક્ત પૂજા અર્ચના થશે. કારણ કે કોવિડના કારણે સર્જાયેલા સંજોગોમાં દર્શનાર્થીઓ માટે યાત્રાની પરવાનગી આપવી શક્ય નથી. 

 

 

જણાવી દઈએ કે ચાર ધામ યાત્રા14 મેના રોજ યમુનોત્રી મંદિરના દ્વાર ખુલવા સાથે શરૂ થવાની હતી. ગયા વર્ષે પણ ઉત્તરાખંડ સરકારે મે મહિનામાં કોરોના રોગચાળાને કારણે ચાર ધામ યાત્રા રોકી હતી. ત્યારપછી કેસ ઘટતાં રાજ્ય સરકારે 1 જુલાઇથી ભક્તો માટે ચાર ધામ યાત્રા શરૂ કરી હતી. જુલાઇના છેલ્લા અઠવાડિયામાં રાજ્ય સરકારે અન્ય રાજ્યોના ભક્તોને અમુક શરતો સાથે ચાર ધામ યાત્રાની છૂટ આપી હતી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS