નવગ્રહ કવચ મંત્રનો જાપ કરવાથી મુશ્કેલીઓ થશે દુર 

  • July 20, 2021 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવગ્રહોના કારણે જ જીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે. ગ્રહોના દોષને સુધારવા માટે ઘણા ઉપાયો જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવ્યા છે.

 

 

ધાર્મિક ગ્રંથો અનુસાર, ગ્રહો વ્યક્તિના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહો વ્યક્તિના જીવનમાં બનનારી ઘટનાઓની આગાહી કરે છે. એવું કહેવામાં આવે છે કે કુંડળીમાં નવ ગ્રહોની સ્થિતિને કારણે વ્યક્તિના જીવનમાં દુ:ખ અને ખુશી આવે છે.આટલું જ નહીં,  નવગ્રહ એ પણ નક્કી કરે છે કે વ્યક્તિ જીવનમાં કેવા પ્રકારની ઘટનાઓનો સામનો કરશે. જીવનમાં ઉતાર-ચઢાવ પણ આ નવગ્રહોને કારણે છે. 

 

 

ગ્રહોના દોષને સુધારવા માટે ઘણા ઉપાયો કરવામાં આવે છે. આ નવગ્રહમાં મંત્ર કવચ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહ કવચ ખૂબ જ ચમત્કારિક અને લાભકારી મંત્ર માનવામાં આવે છે. આ લોકોના જીવનમાં આવતી બધી પરેશાનીઓને દૂર કરે છે. 

 

 

નવગ્રહ મંત્રના ફાયદા અને મહત્વ -

 

 

સંપૂર્ણ હૃદયથી અને શ્રદ્ધાથી દરરોજ નવગ્રહ કવચ મંત્રનો પાઠ કરવાથી વ્યક્તિને રોગો, મુશ્કેલીઓ, ગ્રહોની ખામી, શત્રુ અવરોધો, બુરી નઝર, અશુભ પ્રભાવો અને જીવનમાંથી અશુભ વસ્તુઓમાંથી મુક્તિ મળે છે. નવગ્રહ કવચ મંત્રનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ, સંપત્તિ, કીર્તિ અને ખ્યાતિ આવે છે.

 

 

નવગ્રહ કવચ મંત્ર -

 

 

ઓમ શિરો મે પાતુ માર્તંડ: કપાળમ રોહિણીપતિ:.
મુખમગરક: પાતુ કંઠ ચ ચશીનંદન: 
બુદ્ધિમ જીવ: સદા પાતુ હૃદયમ્ ભૃગુનન્દન:
જઠરમ ચ શનિ: પાતુ જીહ્વા મે દિતિનંદન: ..
પાદૌ કેતુ: સદા પાતુ વારા: સર્વંગમેવ ચ
તિથિયોસ્તો દિશ: પાન્તુ નક્ષત્રાણી વપુ: સદા
અંસૌ રાશી: સદા પાતુ યોગશ્ચ સ્થેર્યમેવ ચ
સુચિરાયુ: સુખી પુત્રી યુદ્ધે ચ વિજયી ભવેત.

 

 

નવગ્રહ કવચ મંત્રના પાઠ કરતી વખતે શુદ્ધતાની વિશેષ કાળજી લેવી જોઈએ. નહીં તો ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application