સ્વસ્થ જીવન જીવવા માટે જરૂરી છે બેડશીટ બદલતા રહો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સુખી જીવન જીવવાની વાત કરીએ તો મોટા ભાગના લોકો ખાણીપીણીને પહેલા મહત્વ આપે છે સ્વસ્થ રહેવા માટે પોતાના ખોરાક અને એક્સરસાઇઝ પર ધ્યાન દેવું જરૂરી છે પરંતુ તેની સાથે સાથે જીવનશૈલીમાં પણ કેટલીક એવી બાબતો છે, જેને મોટા ભાગના લોકો અવગણના કરતા હોય છે જેમ કે પોતાના રૂમની બેડશીટ એટલે કે ચાદર બદલવાની. કેટલાક લોકો ત્રણ ચાર દિવસ બાદ  બદલી લે છે પરંતુ કેટલાક ઘરોમાં એક જ વેબસાઈટને દસ પંદર દિવસ સુધી ચલાવવામાં આવે છે. આવું કરવું એ સ્વાસ્થ્ય અને ઘરની તંદુરસ્તીની વિરુદ્ધ માનવામાં આવે છે.


એક્સપર્ટ્સનું માનીએ તો એક સપ્તાહથી વધારે બેડશીટનો ઉપયોગ કરવાથી ત્વચાના ઈંફેક્શનનો ખતરો વધી જાય છે, સાથે જ ચાદર પર પણ ઉત્પન્ન થઈ શકે છે જેના કારણે તમારી રાતની ઊંઘ પણ બગડી શકે છે.


યુકેમાં થયેલા રિસર્ચ પ્રમાણે એ વાત સામે આવી છે કે ત્યાં રહેનારા લોકો માંથી માત્ર ૨૫ ટકા લોકો અઠવાડિયા પછી બે સીટ બદલી લે છે,જ્યારે ૪૦ ટકા લોકો એવા છે જે પંદર-વીસ દિવસ સુધી એક જ બેડશીટ નો ઉપયોગ કરે છે. લોકો પોતાની વ્યસ્તતાની વચ્ચે આ નાની નાની બાબતોનું ધ્યાન રાખી શકતા નથી.


વાત જો સ્કિન ઈન્ફેક્શનની કરવામાં આવે તો આપણે શરીરમાંથી નીકળનારા પરસેવા અને શરીરના જર્મસ બેડશીટ પર રહી જાય છે. બેડ પર ઊંઘવાથી આ જર્મ્સ, માંકડ કે અન્ય નાના કીટાણુઓમાં પરિવર્તિત થવા લાગે છે, જ્યારે આપણી ચામડીને ઈન્ફેક્શન લાગે છે અને શ્વાસ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.


આજથી જ પોતાની આદત બદલી નાખો અને દર અઠવાડિયે ઘરના તમામ રૂમની બેડશીટ બદલી કાઢો. તેમજ ધોઈ અને તેને તડકે સુકાવ્યા બાદ જ કબાટમા મૂકવી જોઈએ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS