શૂટર દાદી તરીકે પ્રખ્યાત ચંદ્રો તોમરનું કોરોનાની સારવાર દરમિયાન નિધન

  • May 01, 2021 02:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉત્તરપ્રદેશના  બાગપતના શૂટર દાદી તરીકે પ્રખ્યાત શૂટર ચંદ્રો તોમર કોરોના સામેની જંગ હારી ગયા છે. શુક્રવારે મેરઠની એક હોસ્પિટલમાં તેનું અવસાન થયું હતું. 89 વર્ષિય ચંદ્રો તોમર છેલ્લા ઘણા દિવસોથી મેરઠની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમને 26 એપ્રિલના રોજ કોરોનાનું સંક્રમણ થયું. તેમણે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

શૂટર દાદી તરીકે જાણીતા ચંદ્રો તોમર શૂટીંગમાં રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીત્યા હતા. શૂટર દાદી બાગપતનાં જોહરી ગામના રહેવાસી હતા. તેમના જીવન પરથી ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે એક ફિલ્મ પણ બનાવી હતી. ફિલ્મનું નામ સાંઢ કી આંખ હતું જેમાં ભૂમિ પેડનેકર અને તાપસી પન્નૂએ  મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS