ચંડિકા મંદિર : જ્યાં દેવીની એક આંખની કરવામાં આવે છે પૂજા 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રખ્યાત ચંડિકા મંદિર માં નવરાત્રી દરમિયાન માતા સતીની એક આંખની પૂજા કરવામાં આવે છે.આ સાથે ભક્તોની ઈરછાઓ પણ પૂર્ણ થાય છે.બિહારના મુંગેર જીલ્લામાં માતા ચંડિકાનું  પ્રખ્યાત  મંદિર આવેલું છે.જેમાં માતા સતીની એક આંખની પૂજા કરવામાં આવે છે.આના દ્વારા ભક્તોની આંખના વિકાર માટે છે.આ મંદિર મૂંગરે જીલ્લા મથકથી લગભગ ૨ કિમી પૂર્વમાં  ગંગાના કાંઠે એક ટેકરી ઉપર ગુફામાં જે લાખો શ્રધાળુંઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.. માન્યતા અનુસાર માતા સતીની ડાબી આંખ આ જગ્યા ઉપર પડી હતી.આંખના અસાધ્ય રોગોથી પીડિત લોકો આ મંદિરે પૂજા  અર્ચના કરવા આવે છે  અને કાજળ લઇ જાય છે.લોકોમાં માન્યતા છે કે આ કાજળ લગાવવાથી આંખના અસાધ્ય રોગો મટે છે.

પૌરાણિક માન્યતા અનુસાર જયારે ભગવાન શિવ તેમની પત્ની સતીના મૃતદેહ સાથે ત્રણ જગતનો પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે આખી સૃષ્ટી ભયાનક થઇ ગાય હતી.પછી આ બધા દેવોએ સાથે મળીને ભગવાન વિષ્ણુને  પ્રાથના કરી અને ભગવાનને તેની પ્રાર્થના પ્રાથના સ્વીકારી અને સુદર્શન ચક્રથી સતીનો દેહ તોડ્યો..સતીના શરીરનો ભાગ જ્યાં પણ પડ્યો તે  જગ્યાને  શક્તિપીઠ માનવામાં આવે છે.આ શક્તિપીઠ માં મુન્ગેરનું ચંડિકા મંદિર પણ સમાવેશ પામે છે..

 

 આંખના રોગોથી પીડાતા લોકો આંખના વિકારોથી મુક્ત થવાની આશા સાથે અહી આવે છે,એક માન્યતા અનુસાર કોઈ પણ ભક્ત અહીંથી નિરાશ થઇ ને પાછો  જતો નથી. લોકો અહી પોતાની ઈચ્છા પુરતી માટે રાજ્યના ખૂણે ખૂણેથી આવે છે. નવરાત્રીની પૂજા દરમિયાન આ મંદિરમાં ભક્તોની  જામે છે. તમામ  શ્રધાળું દેવી સાથીની આંખ પર ગંગાજળ અર્પણ કરે  છે. મંદિરમાં શિવ,માતા પાર્વતી,નવ ગ્રહ દેવતાઓ સહીત માતા સંતોષી અને હનુમાનના મંદિર પણ છે.મંદિરની પૂર્વ અને પ્રશ્ચિમમાં શ્મશાન ભૂમિ હોવાથી આ મંદિરને શ્મશાન ચંડિકા તરીકે પણ ઓળખવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application