વેપારીઓ-ઉદ્યોગપતિઓને સ્ટાફના પગાર માટે જવાના પાસ મેળવી લેવા ચેમ્બરની અપીલ

  • April 07, 2020 03:58 PM 293 views

કોરોના લોકડાઉન વચ્ચે રાજકોટ શહેર અને આજુબાજુની ઔદ્યોગિક વસાહતોના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને તેમના સ્ટાફ તેમજ શ્રમિકોના પગાર કરવા માટે જવાના પાસ મેળવી લેવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા અપીલ કરવામાં આવી છે. વિશેષમાં રાજકોટ ચેમ્બર પ્રમુખ વી.પી.વૈષ્ણવે રાજકોટ શહેરના તમામ વ્યાપાર ઉદ્યોગ જગતના સંગઠનોને સતત સંકલનમાં રહેવા અને સ્ટાફ તેમજ શ્રમિકોને પગાર કરવા જવા માટેના પાસ કલેકટર કચેરીમાં તૈયાર થઈ ગયા હોય ત્યાંથી સમયસર મેળવી લેવા માટે અનુરોધ કર્યો છે. આ માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે તો રાજકોટ ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ પાર્થભાઇ ગણાત્રા અને માનદ સેક્રેટરી ગૌતમભાઈ બારસિયાનો સંપર્ક કરવા જણાવ્યું છે. આ ઉપરાંત પાસ મેળવવામાં કોઈ મુશ્કેલી સર્જાય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application