વેક્સિન મુદ્દે ચેમ્બરે અવાજ ઉઠાવ્યો, અન્ય વેપારી સંગઠનો કેમ મૌન ?

  • March 28, 2021 02:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની 65 વર્ષ જુની પ્રતિષ્ઠીત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ ડિરેકટર્સે તાજેતરમાં રાજકોટ મહાપાલિકાથી લઈને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી એવી રજૂઆત કરી છે કે, કોરોના સામેની રસી આપવાની ઝુંબેશમાં વયમયર્દિા દુર કરીને 18 વર્ષથી ઉપરની વયના તમામ નાગરિકોને વેક્સિનેશન કરવામાં આવે તેવી માગણી કરી છે. વેક્સિનેશન મામલે ચેમ્બરે કરેલી આ રજૂઆતને વ્યાપાર ઉદ્યોગ જગતમાંથી જ નહીં પરંતુ સમગ્ર શહેરના દરેક ક્ષેત્રમાંથી આવકાર મળી રહ્યો છે. અહીં સો મણનો સવાલ એ છે કે, રાત-દિવસ ફકત ને ફકત જ ચાપલુસી કરવાની પ્રવૃતિમાં જ મશગુલ રહેતા હોય તેવા રાજકોટના વ્યાપાર ઉદ્યોગ જગતના અન્ય સંગઠનોને કેમ આવી રજૂઆત કરવાનું સુઝતું નથી ? અધિકારીઓ અને પદાધિકારીઓને ફુલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરવા સિવાયની કોઈ પ્રવૃતિ કરતા ન હોય તેવા સંગઠનોએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી પાસેથી શીખવાની જર છે કે, કેવા મુદ્દે રજૂઆત કરવી જોઈએ.

 

બિલ્ડર એસો. પણ ધૂળેટી પછી માગણી ઉઠાવશે
રાજકોટ બિલ્ડર્સ એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ ચેમ્બરના આ નિર્ણયને સમર્થન આપતા જણાવ્યું હતું કે, અમારા લોકો વચ્ચે પણ આ અંગે વાટાઘાટો ચાલી રહી હતી. કોરોના સંક્રમણ શહેરમાં વ્યાપક રીતે વધી રહ્યું છે અને ખાસ કરીને 30થી 45 વર્ષના લોકો ગંભીર રીતે આ સંક્રમણમાં સપડાયા છે. ત્યારે આ બાબતે હોળી-ધૂળેટીના તહેવાર પછી મુખ્યમંત્રી સુધી આ અંગેની રજૂઆત કરવામાં આવશે.

 

રહી રહીને અન્ય એસો. પણ સફાળા જાગ્યા
કોરોના સામેની રસી 18 વર્ષથી વધુ વયના દરેક નાગરિકોને આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કરેલી માગણી બાદ શહેરના અન્ય અને અત્યાર સુધી સુશુપ્ત રહેલા અન્ય એસોસિએશનોના પ્રતિનિધિઓ સફાળા જાગ્યા છે અને હવે ચેમ્બરના સૂરમાં તેઓ સૂર મિલાવી રહ્યા છે અને આગામી સપ્તાહમાં 18 વર્ષથી વધુની વય ધરાવતા દરેક લોકોને પણ કોરોના સામે રસી આપવા મુખ્યમંત્રી સુધી પ્રબળ રજૂઆત કરશે

 


હવે રજૂઆત કરીશું: એન્જિનિયરિંગ એસો.
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશને આ મુદ્દે જણાવ્યું હતું કે, હોળી-ધૂળેટીના તહેવાર પછી એન્જિનિયરિંગ એસોસિએશન 18 વર્ષથી વધુ વયના લોકોને પણ વેક્સિનનો લાભ આપવો જ જોઇએ તેવી માગણી ઉઠાવીશું. એસો.ના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સરકારે વેક્સિન કાર્યક્રમ મુજબ જાહેરાત કરી રહ્યું છે ત્યારે 1લી તારીખથી 45 વર્ષથી ઉપરની વયના તમામ નાગરિકોને રસીકરણ આપવાની જાહેરાત કયર્િ બાદ સરકારે એવી જાહેરાત કરી હતી કે તમામ લોકોને ટૂંક સમયમાં વેક્સિન અપાશે એટલે અમે આ અંગેની વિચારણામાં હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS