‘જામ્યુકો’ દ્વારા ટેક્સમાં ૪૦૦ ટકાના વધારા સામે ચેમ્બર આગ-બબુલા: એકશન કમિટીની રચના

  • August 08, 2023 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે મિલ્કત વેરો અગાઉ થી (એડવાન્સ ટેકસ) ભરવા રિબેટ યોજના પ્રસિઘ્ધ કરવામાં આવેલ. જેના અનુસંધાને વ્યવસાયિકો તથા રહેણાંક ધરાવતા મિલ્કત ધારકોએ રિબેટ યોજનાનો લાભ લઇ વેરો ભરવા જતા ઘ્યાનમાં આવેલ કે ચાલુ એટલે કે ર૦ર૩-૨૪ ના વર્ષ માટે ભરવા પાત્ર વેરામાં અંદાજે ૧પ૦ થી ૪૦૦ ટકા જેટલી વધારો લાદવામાં આવેલ છે. આ અંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો, ચેમ્બરના પૂર્વ પ્રમુખો, ચેમ્બર સંલગ્ન એસોસીએશન તેમજ શહેરના વિવિધ ર૦ જેટલા એસોસીએશનના પ્રતિનિધિઓ તેમજ શહેરના વેપારીઓ ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.


બેઠકની શરૂઆત ચેમ્બર બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ જણાવેલ કે ગત તા. ૧૧/૦૭/ર૦ર૩ ના રોજ આ ચેમ્બરને સભ્યો, ઉદ્યોગકારો તથા વેપારીઓ તરફથી રજૂઆતો મળતા સાંસદ પૂનમબેન માડમ તથા શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, જામનગર મહાનગરપાલિકાના મેયર તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનની રૂબરૂ મુલાકાત લઇ આવો એક સાથે કરવામાં આવેલ વધારો તાત્કાલિક અસરથી પરત ખેંચવા રજૂઆત કરેલ હતી. સદર રજૂઆત સંદર્ભે જામનગર તથા દેવભૂમિ દ્વારકાના સંસદ પૂનમબેન માડમ તથા જામનગર મહાનગરપાલિકાના મેયર તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દ્વારા હકારાત્મક પ્રતિભાવ અપાયેલ, પરંતુ તેઓના નિર્ણયની કાગળ પર પ્રસિઘ્ધિ ન થતાં અને તેથી આ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.


આ તકે બેઠકમાં ઉપસ્થિત ચેમ્બરની કારોબારી સમિતિના સભ્યો તથા વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓએ તેમના સૂચનો રજૂ કરેલ હતા, જેમાં ટેકસના દરો વેપારીઓ, ઉદ્યોગકારો તથા જન સામાન્ય ઉપર મોટી રકમ એનયુ આર્થિક ભારણ ન આવે તે રીતે સુચનો કરવામાં આવેલ.


બેઠકના અંતે જેએમસી પ્રોપર્ટી ટેકસ એકશન કમિટીના રચના કરવામાં આવેલ જેમાં શહેરના વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓ તથા પ્રબુઘ્ધ નાગરિકોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા જેએમસી પ્રોપર્ટી ટેકસ મુદ્દે એકસરખી રજૂઆત કરવા તથા જરૂર જણાયે આગળના નિર્ણય કરવા આ કમિટી કાર્ય કરશે તેવું નક્કી કરવામાં આવેલ.


સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદ્દ મંત્રી અક્ષતભાઇ વ્યાસે તથા આભાર દર્શન ઉપપ્રમુખ રમણીકભાઇ અકબરી એ કરેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application