પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને કોંગ્રેસનો જીલ્લા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ

  • March 21, 2020 03:19 PM 854 views

બેદિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને કોંગ્રેસનો જીલ્લા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવ ઓછા થયાં હોવાં છતાં કેન્દ્રની મોદી સરકાર પ્રજા સામે લૂંટ ચલાવી રહી હોવાનાં આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસે જીલ્લા કલેક્ટર કચેરી બહાર માનવ સાંકળ રચી ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઓછાં થતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં નાગરિકોને રાહત મળે તે માટે વડોદરા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો શહેર પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની આગેવાનીમાં કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસી અગ્રણીઓએ કલેકટર કચેરી બહાર માનવ સાંકળ રચી રસ્તા પર ચક્કાજામ કરી પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલને રજુઆત કરી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા કરવાની માંગ કરી હતી.

આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ વિરોધ પક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ,શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સરસ્વતી દેસાઈ,કાઉન્સિલરો અને હોદ્દેદારો જોડાયા હતા.ઉલ્લેખનીય છે.કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ  વર્તાવી રહ્યો છે.ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરી ને આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.