કાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ: કોરોનાને ડામી શકાય તેવી માઇભકતોેની પ્રાર્થના

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. નવ દિવસ સુધી માઇભકતો મા જગદંબાની ભાવભેર ભક્તિ સાથે ધર્મ અનુષ્ઠાન પણ યોજાય છે. પ્રતિ વરસ મા આશાપુરા ના ધામમાં સૌરાષ્ટ્ર ભરમાંથી ભાવિકો ચાલીને માતાનામઢ પહોંચે છે અને ત્યાં નવરાત્રીની દિવ્ય ઉજવણી કરે છે. આ વર્ષે કોરોના ના લીધે માઇભકતો ઘરે બેસીને માં જગદંબાની દિવ્ય આરાધના કરશે અને વિશ્વભરમાં પ્રસરેલો કોરોના માંથી બહાર આવી શકાય તેવી પ્રાર્થના પણ કરશે. ચૈત્ર સુદ એકમના બુધવારે આવતીકાલે ચૈત્ર નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થશે વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે જેમાં આસો નવરાત્રિ ,મહા નવરાત્રી, ચેત્રી નવરાત્રી અને અષાઢી નવરાત્રી જેમાં ખાસ કરીને આસો નવરાત્રિ અને ચૈત્ર માસમાં આવતી નવરાત્રી નો વિશિષ્ટ મહત્વ રહેલું છે. આવતીકાલે સવારે ૬.૪૭ થી ૮.૧૭ લાભ ચોઘડિયું છે. જેમાં ચૈત્રી નવરાત્રીના ઘટ સ્થાપન મુહૂર્ત સવારે ૮.૧૭ થી ૯.૫૦ સુધી ઘટ સ્થાપના કરવા માટે નું શુભ મુહૂર્ત છે. ચૈત્રી નવરાત્રી દરમ્યાન શુભ દિવસો આવે છે જેમાં તારીખ ૨૫ .૩ નવચૈત્રી નવરાત્રી થી રામ નવરાત્રીનો પણ પ્રારંભ થાય છે તારીખ ૨૭ માર્ચ ના શુક્રવારે ગોરી પૂજા,૨૯ મી એ શ્રી પંચમી,૧ એપ્રિલે બુધવારે ચૈત્ર સુદ આઠમના દિવસે કુળદેવીની ઉપાસના માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ ગણાય છે અને તારીખ ૨ એપ્રિલના ગુરુવારે રામનવમી મહોત્સવ ઉજવાશે. ચૈત્ર સુદ એકમના તારીખ ૨૫ માર્ચ વર્ષના ચાર શ્રેષ્ઠ દિવસોમાં એક દિવસ ગણાય છે એટલે કે આ દિવસે વણજોયું મુહૂર્ત નો દિવસ છે,કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરવા માટે ઉત્તમ ફળદાયી છે. માતાજીની ઉપાસના અને પિતૃ કાર્ય માટે ચૈત્ર મહિનો શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આ વર્ષે દેશભરમાં કોરોના નો કહેર ચાલી રહ્યો છે આથી માઈભક્તો દ્વારા જલ્દીથી કોરોના કાબૂમાં આવી જાય અને જન સ્વાસ્થ્ય ઈ સારું રહે તેવી માતાજીને પ્રાર્થના કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS