આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ: મોદીએ કહ્યું, કોરોના સામે લડનારા લોકો માટે પ્રાર્થના કરીશ

  • March 25, 2020 12:15 PM 325 viewsકોરોના વાયરસ વિરુદ્ધ ૨૧ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનનો આજે પહેલો દિવસ છે. આજથી ચૈત્ર નવરાત્રી પણ શરૂ થઈ રહી છે. આવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને કહ્યું છે કે તેઓ કોરોના વિરુદ્ધ જગં લડનારા લોકો માટે પ્રાર્થના કરશે. તેમણે મેડિકલ સ્ટાફ, પોલીસ, મીડિયા વગેરેનું નામ લીધું હતું. મોદીએ કહ્યું કે દેશભરમાં નવરાત્રીનો તહેવાર મનાવવામાં આવે છે પરંતુ આ વખતે સ્થિતિ એવી છે કે તહેવાર મનાવી શકું તેમ નથી.


મોદીએ ટવીટ કરીને લખ્યું કે આજથી નવરાત્રી શરૂ થઈ રહી છે. વર્ષેાથી હું માની આરાધના કરતો આવ્યો છું. આ વખતની સાધનામાં હું માનવતાની ઉપાસના કરનારા તમામ ડોકટર્સ, નર્સ, મેડિકલ સ્ટા, પોલીસ કર્મીઓ અને મીડિયાકર્મીઓ જે કોરોના વિરુદ્ધની લડાઈમાં લાગ્યા છે તેમનું સ્વાસ્થ્ય જળવાયેલું રહે તેવી પ્રાર્થના કરીશ