ચોમાસામાં ડ્રેનેજની લોક ફરિયાદોનો સત્વરે નિકાલ કરવા ચેરમેનનો આદેશ

  • May 28, 2021 05:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ચોમાસામાં ડ્રેનેજની ફરિયાદો સત્વરે ઉકેલવા ડ્રેનેજ કમિટી ચેરમેન હિરેનભાઈ ખીમાણિયાએ સંબંધિત અધિકારીઓ અને ઈજનેરોને આદેશ કર્યેા હતો તેમજ આજે કોઠારિયા અને વાવડી વિસ્તારની ડ્રેનેજની સમસ્યા ઉકેલવા માટે નિર્માણાધિન સુએઝ ટિ્રટમેન્ટ પ્લાન્ટના પ્રોજેકટનું સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું.

 

 

વધુમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ કમિટીના ચેરમેન હિરેનભાઈ ખીમાણિયાએ તાજેતરમાં કોઠારિયા ખાતે ચાલતા સુએઝ ટિ્રટમેન્ટ પ્લાન્ટની કામગીરીનું સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું અને વહેલીતકે કામગીરી પૂર્ણ કરવા આદેશ કર્યેા હતો. સ્થળ નિરીક્ષણ દરમિયાન તેમણે કામગીરી અંગેનો પ્રોગ્રેસ રિપોર્ટ મેળવ્યો હતો.

 


આ મુલાકાત દરમિયાન પુનિતનગર પમ્પિંગ સ્ટેશન, વાવડી પમ્પિંગ સ્ટેશન, દૂરદર્શન–આજી પમ્પિંગ સ્ટેશન તેમજ કોઠારિયા ખાતેના બે પમ્પિંગ સ્ટેશનની ચાલુ કામગીરી નિહાળી હતી. આ તકે ચેરમેન હિરેનભાઈ ખીમાણિયાએ સમગ્ર શહેરની સુએઝ ટિ્રટમેન્ટ પ્લાન્ટ સુવ્યવસ્થિત રહે અને ડ્રેનેજ સંબંધી લોકફરિયાદોનો સત્વરે નિકાલ થાય તે સુનિિત કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને તેમજ ઈજનેરોને સૂચના આપી હતી. કોઠારિયા પમ્પિંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ થયે શહેરમાં નવા ભળેલા કોઠારિયા અને વાવડીના લોકોની ડ્રેનેજ સંબંધી સમસ્યાઓ હલ થઈ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS